________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮.
સાયશતક
सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्त्तसेकतः ।।२७।।
: અર્થ : હદયને તપાવનાર, જ્વાલાઓથી વ્યાપ્ત હૈષાગ્નિને, પ્રશમના પુરાવર્ત નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ.
: વિવેચન : દેષ ભયંકર અગ્નિ છે. એ અગ્નિમાંથી ભયાનક જ્વાળાઓ પ્રગટી રહી છે.
આ ટ્રેષાગ્નિ, જીવાત્માના હૃદયને સંતાપે છે, ઉદ્વિગ્ન કરે છે. માટે એને તત્કાલ બુઝાવી દેવો જોઈએ.
દેષની આ પ્રચંડ આગ, સામાન્ય અગ્નિશામક બંબાથી બુઝાય એવી નથી. એને બુઝવવા સામાન્ય વર્ષા પણ સમર્થ નથી. એને બુઝવવા તો પ્રશમનો પુષ્કરાવર્ત મેઘ જોઈએ! પુષ્પરાવર્ત મેઘની વર્ષા જ દેપના પ્રચંડ દાવાનલને બૂઝવી શકે છે. પ્રશમભાવનો પુખરાવર્ત મેઘ!
ગ્રંથકારે કેવો શ્રેષ્ઠ અને અસાધારણ ઉપાય બતાવ્યો છે. આ મેઘ, મુશળધારે વરસ્યા જ કરતો હોય છે... કોઈ એવી આગ નથી આ દુનિયામાં, કે જે આ મેઘવર્ષાથી ન બુઝાય.
શમભાવ, પ્રશમભાવ, ઉપશમભાવ... વરસતો જ રાખો! છ - છ મહિનાઓ સુધી સંગમદેવ ઉપર ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રશમભાવના પુષ્કરામેઘને વરસતો જ રાખ્યો હતો ને! આગ બુઝાઈ ગઈ હતી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો ભાવાનુવાદ આ રીતે કરે છે.
प्रशम-पुष्करावर्तके, बरसत हरख विशाल,
द्वेष हुताश बुझाइये, चिंताजाल ज टाल ।। જ્યારે પ્રથમ-પુષ્પરાવર્ત વરસે, ત્યારે ખૂબ હરખો! ખૂબ હરખો! પાગ્નિ (હુતાશન=આગ ને બુઝાવો! પછી કોઈ ચિંતા નહીં રહે.
આપણે આપણા જ હૃદયમાંથી (હૃદયના આકાશમાંથી) આ પુષ્પરાવર્તમેઘની વર્ષા કરવાની છે!
For Private And Personal Use Only