________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાક્ષશતક
૨૭
उद्दामक्रममाबिभ्रद् द्वेषदंतावली बलात्। धर्माराममयं भिन्दन् नियम्यो जितकर्मभिः ।।२६ ।।
: અર્થ : ઉદ્ધત રીતે ચાલીને દ્વેષરૂપ હાથી, પોતાના બળથી ધર્મરૂપી બગીચાને ભાંગી નાખે છે. માટે કર્મોને જીતનારા (જીતવાનો પ્રયત્ન કરનારા) પુરુષોએ તે શ્રેષરૂપ હાથીને વશ રાખવો જોઈએ.
.: વિવેચન : દ્વેષ, ઉન્મત્ત હાથી છે. ઈર્ષા, રોષ, પરિવાદ, મત્સર, અસૂયા... આ બધા દ્રષના જ પર્યાયો છે. આ બધા, દારૂ પીધેલા હાથી જેવા ઉન્મત્ત દોષો છે.
રાજમાર્ગ પર આવો ઉન્મત્ત હાથી દોડતો આવતો હોય, ત્યારે એ શો અનર્થ ના કરે ? શું નુકસાન ન કરે ? ગ્રંથકાર કહે છે એ ધર્મના સુંદર બગીચાનો નાશ કરી નાંખે છે.
ધર્મ, એ સુંદર બગીચો છે. દાન, શીલ, તપ, ભાવ-આ બધા ધર્મ છે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ - આ બધા ધર્મ છે. દ્વેષ આ ધર્મોનો નાશ કરી નાંખે છે.
જો તમારે કમ પર વિજય મેળવવો છે; એ માટે તમે પ્રયત્નશીલ છો, તો તમારે સર્વપ્રથમ હેપ પર વિજય મેળવવો પડશે. હેપરૂપ ઉન્મત્ત હાથીને વશ રાખવો પડશે. તે માટે – - તમારે કોઈ જીવની ઈર્ષ્યા નહીં કરવાની, - કોઈ જીવ પ્રત્યે રોષ નહીં કરવાનો. - કોઈ જીવની નિંદા નહીં કરવાની.... - કોઈ જીવ પ્રત્યે વેરની ગાંઠ નહીં બાંધવાની! - વાત-વાતમાં ક્રોધ-ગુસો નહીં કરવાનો!
આ રીતે તમે પ ઉપર વિજય મેળવશો તો કર્મો ઉપર પણ જલદી વિજય મેળવી શકશો. અલબત્ત, દ્વેષ ઉપર વિજય મેળવવાનું કામ સહેલું તો નથી જ. ઉન્મત્ત હાથીને વશ કરવો સહેલો નથી હો.
For Private And Personal Use Only