________________
Shri Mahavir Jain Aradhana Kendra
સામ્યશતક
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भूयांसि योगशास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंच ||१०४ ॥
: અર્થ:
મહાત્માઓનાં રચેલા યોગના જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક-એક પ્રદેશને આ સામ્યશતક પ્રાપ્ત થાઓ.
: વિવેચન :
૧૦૫
ગ્રંથકાર કહે છે :
‘આ સામ્યશતક કોઈ મોટો યોગ ગ્રંથ નથી, કોઈ ધ્યાન ગ્રંથ નથી. આ તો એક નાનકડો ગ્રંથ છે, લઘુ ગ્રંથ છે. પરંતુ જો આ ‘સામ્યશતક'નું એકાગ્રતાથી અધ્યયન, મનન, ચિંતન કરવામાં આવશે તો એ મોટા યોગ ગ્રંથોની, અધ્યાત્મ ગ્રંથોની ગરજ સારશે!
જેઓને મોટા ગ્રંથોનું અધ્યયન કરવાની અનુકૂળતા નથી, મોટા ગ્રંથોનું, ગહન-ગંભીર ગ્રંથોનું અધ્યયન કરવાની પ્રજ્ઞા નથી, તેમના માટે આ લઘુ ગ્રંથ ઘર્ણો ઉપયોગી સિદ્ધ થશે. જે વાતો, જે તત્ત્વો, મોટા ગ્રંથોમાં વિસ્તારથી કહેવામાં આવ્યાં છે, એ જ તત્ત્વો આ ‘સામ્યશતક'માં સંક્ષેપથી કહેવામાં આવ્યાં છે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
बहुत ग्रंथ नय देख के महापुरुष कृत सार, विजयसिंह सूरि कियो, समता-शतको हार !
For Private And Personal Use Only
‘આ સામ્યશતકના રચયિતા આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરિજીએ અનેક ગ્રંથોનો સાર લઈને, આ ગ્રંથની રચના કરી છે!’ આ વાત જ્યારે ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ ઉપાધ્યાયજી કહે છે, ત્યારે આ ‘સામ્યશતક'ની મહત્તા ઘણી વધી જાય છે. ઉપાધ્યાયજીએ તો આ સંસ્કૃત - ગ્રંથનો અનુવાદ, પોતાના એક શિષ્ય માટે કર્યો છે! એટલે તો હજાર ગણી મહત્તા વધી જાય છે.