________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
સાયરાતફ
साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ।।१०३।।
': અર્થ : પારાના જેવું અતિ ચંચળ મન, સામ્યગુણરૂપ દિવ્ય ઔષધિના સ્થિરપણાના મહિમાથી ક્રિયારહિત થઈ, કલ્યાણપણું ધારણ કરે છે.
:વિવેચન : મન “પારા” જેવું ચંચળ છે.
પારાને બાંધવો, સ્થિર કરવો, હજુ સહેલો છે પણ મનને બાંધવું, સ્થિર કરવું ઘણું દુષ્કર છે. છતાં એને બાંધી શકાય છે. સામ્યગુણ' ની દિવ્ય ઔષધિથી મનને બાંધી શકાય છે.
શમ-પ્રથમથી જ્યારે મનને બાંધી લેવામાં આવે છે ત્યારે આત્મસ્વરૂપના ચિંતનમાં લીનતા પ્રાપ્ત થાય છે. ‘તત્ત્વપ્રતિપત્તિ પ્રાપ્ત થાય છે. - યોગી બનેલો આત્મા વાસનાઓ ઉપર વિજય મેળવે છે. - વિવેક અને પ્રશમભાવથી સભર બને છે. - કપાયો પર વિજય મેળવે છે. - રોગાદિકમાં વિચલિત થતો નથી. - ભવના ભોગોને તુચ્છ સમજે છે. - ઇચ્છાઓ નાશ પામે છે. એટલે ક્રિયારહિત બને છે અને પૂર્ણ કલ્યાણની પ્રાપ્તિ કરે છે.
सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम्।
एतदुक्तं समासेन लक्षणं सुख-दुःखयोः ।। જે બધું પરવશ છે તે દુઃખ છે, અને જે આત્મવશ છે તે સુખ છે.' આ સાચી સમજણ આવી જાય છે એટલે શમ-પ્રશમભાવ દઢ રહે છે, તેથી આત્મા સ્થિરતાને અનુભવે છે. આવો આત્મા ક્રિયારહિત બની, પૂર્ણ કલ્યાણને પ્રાપ્ત કરે છે, અર્થાત્ નિર્વાણ પામે છે.
For Private And Personal Use Only