________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
સૂર્ય અસ્ત થઈ ગયો હતો. દૂર દૂર ક્ષિતિજે રંગબેરંગી ચૂંદડી ઓઢી લીધી હતી. વિવિધરંગી વિહંગો પોતપોતાના માળા તરફ આવી રહ્યાં હતાં. સમગ્ર પ્રકૃતિ પ્રસન્નતાથી પુલકિત હતી. આમેય આશ્રમનો આ પ્રદેશ પ્રકૃતિની શ્રેષ્ઠ ભેટ હતી. તેમાંય સંધ્યાના ટાણે તો આ પ્રદેશના પાષાણોમાંથી પણ સંગીત રેલાતું હતું. એક એક કુમળા છોડવામાંથી હાસ્ય વેરાતું હતું. | જિનાલયનું શ્વેત શિખર અને એના ઉપર ઊંડી રહેલી ધજા... ભૂલાભટકતા પથિકોને જાણે રાહ ચીંધતી હતી : અહીં આવો, અહીં તમને શાંતિ મળશે, આનંદ મળશે.... સાચો માર્ગ મળશે... જીવનનું અમૃત મળશે....”
હું મારી વસ્ત્રકુટિરમાંથી બહાર નીકળી, એક સ્વચ્છ મેદાનમાં આવીને ઊભો હતો. પ્રકૃતિના સૌંદર્યદર્શને મારાં તન-મનને પ્રફુલ્લિત કરી દીધાં હતાં. મારે મારા આરાધ્ય દેવાધિદેવ ભગવાન ઋષભનાં દર્શન કરવા જવું હતું. અને સાથોસાથ ઋષિકુમારને મળીને, મારી સાથે કાવેરી આવવા માટે એમને મનાવી લેવા હતા.
હું મંદિરે પહોંચ્યો. મંદિરના પ્રથમ સોપાને જ મેં એ સુકોમળ છતાં ધીરગંભીર ઋષિકુમારને ઊભેલા જોયા. હું ત્વરાથી આગળ વધ્યો અને ઋષિકુમારને અભિવાદન કર્યું. ઋષિકુમારે પણ જમણો હાથ ઊંચો કરી, મુખ પર સ્મિત ફરકાવી મારું સ્વાગત કર્યું.
રાજ કુમાર, હું તમારી રાહ જોતો જ અહીં ઊભો છું. ચાલો, આપણે પરમાત્માની આરતી ઉતારીએ!”
ખૂબ આભાર આપનો, આરતી ઉતારવામાં મને આનંદ થશે.” “હૃદયની અરતિ પણ દૂર થશે!' ઋષિકુમારે મારી સામે જોયું, થોડુંક સ્મિત વેર્યું અને મારો હાથ પકડી મંદિરનાં સોપાન ચઢવા માંડ્યા.
ઋષિકુમારે મારો હાથ પકડ્યો હતો... મને તેમના કરસ્પર્શથી રોમાંચ થઈ ગયો. એ સ્પર્શ મને અત્યંત પ્રિય લાગ્યો. એ સ્પર્શમાં જેમ કોમળતા હતી, તેમ ન સમજી શકાય એવું મધુર સંવેદન હતું. મને ક્ષણભર એમ થયું કે “ઋષિકુમાર મારો હાથ ન છોડે તો સારું!' પરંતુ નિસિહી' બોલીને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને મંદિરમાં અમે પ્રવેશ કર્યો... એમણે મારો હાથ છોડી દીધો હતો.
For Private And Personal Use Only