________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
પાંપણે બાંધ્યું પાણિયારું
એટલે આપ એમ કહેવા માગો છો કે એવી કોઈ આસુરી શક્તિના સહારે કોઈ વ્યક્તિ અદશ્ય બનીને આ હત્યાઓ કરી રહ્યું છે?”
હા, મારું આ અનુમાન છે.' મહામંત્રીએ દૃઢતાપૂર્વક જવાબ આપ્યો. મારા મનની ગૂંચ ઊકલતી જતી હતી. મારા શયનગૃહની ઘટનાનું સમાધાન થતું હતું. મેં મહામંત્રીને પૂછયું : “તો આનો ઉપાય શું?'
આનો ઉપાય આપણી પાસે નથી, રાજકુમાર! એ ઉપાય હોય છે એવા યોગી પુરુષો, સાધુ-સંન્યાસીઓ પાસે! તેઓ આવી શક્તિના ઉપાસક હોય છે. મંત્રસિદ્ધિઓ એમની પાસે હોય છે.”
એવા યોગીપુરુષો ક્યાં મળે? આપણા નગરમાંથી પણ મળી આવે!” એમ? મને ખૂબ આશ્ચર્ય થયું. “હા જી, આપણા રાજ્યમાં સાધુ-સંન્યાસીઓની અને યોગી પુરુષોની પ્રજા સેવા-ભક્તિ કરે છે, એટલે તેઓ આપણા રાજ્યમાં મળી શકે!'
મેં પિતાજીની સામે જોયું. પિતાજી પણ મહામંત્રીની વાત રસપૂર્વક સાંભળતા હતા. તેઓએ મને કહ્યું :
કુમાર, મહામંત્રી જે સંભાવના બતાવે છે તે શક્ય છે. આ સંસારમાં આવી ઘટનાઓ બનતી મેં પણ જોઈ છે. એવા શક્તિના ઉપાસક યોગી પુરુષો મોક્ષમાર્ગના આરાધક હોય છે, તેઓ આવાં કામોમાં પડતા નથી.'
એટલે યોગી પુરુષો બે પ્રકારના હોય છે?' “હા, જેઓ એક માત્ર આત્મસ્વરૂપને પામવા, આત્મરમણતામાં રહે છે, તેઓ જિનેશ્વર દેવના શુદ્ધ મોક્ષમાર્ગને અનુસરે છે. તેઓ દૈવી શક્તિઓ કે દૈવી ચમત્કારોની પાછળ સમય ખર્ચતા નથી. જેઓ શક્તિમાર્ગના ઉપાસક હોય છે, તેઓ એવી શક્તિ ધરાવતા હોય છે તેમ જ આસુરી શક્તિ પણ ધરાવતા હોય છે!'
તો પછી, પિતાજી! એવા શક્તિમાર્ગના ઉપાસક યોગી પુરુષની શોધ કરાવીએ અને અહીં બોલાવીએ, જો આ ઉપદ્રવ આસુરી શક્તિનો હશે તો તેઓ દૂર કરી શકશે! તેમની શક્તિનું પણ માપ નીકળી જશે!'
પિતાજીએ મહામંત્રીને તેવા યોગી પુરુષોની શોધ કરાવવાની આજ્ઞા કરી અને અમે સહુ વીખરાયા...
For Private And Personal Use Only