________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પાંપણે બાંધ્યું પાણિયારું તેઓ નથી પકડી શક્યા, એનો અર્થ એ છે કે હત્યારો માનવી નથી! કોઈ અસર છે” ‘જો આસુરી તત્ત્વ હોય તો આપણે શું કરી શકીએ?' આપણે કંઈ ન કરી શકીએ. આસુરી તત્ત્વનો સામનો દૈવી તત્ત્વ જ કરી શકે.” એ દેવી તત્ત્વ ક્યાંથી લાવવું? એ પણ મળી શકે છે!” “ક્યાંથી?'
“આ જ દુનિયામાંથી!' મહામંત્રી એમની લાંબી સફેદ દાઢી પર બે હાથ ફેરવતાં બોલ્યા. તેમની આંખોમાં ચમક હતી. મહામંત્રીની વાત સાંભળીને મારા મનમાં ખૂબ પ્રબળ જિજ્ઞાસા જાગી હતી....! ઊંડે ઊંડે મારું મન મહામંત્રીની વાત કબૂલતું જતું હતું. મારા શયનગૃહમાં બનતી દુર્ઘટનાનું આ વાતમાં મને કારણ જડતું હતું. આસુરી તત્ત્વ મારા શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય તે છતાંય પ્રવેશી શકે! ઋષિદત્તા પ્રત્યે કોઈ આસુરી તત્ત્વને દુશ્મનાવટ હોય... કોઈ પૂર્વજન્મની વૈરભાવના હોય... અને ઋષિદત્તાને રંજાડતું હોય.... આવું બની શકે...! મહામંત્રીએ પોતાનું વક્તવ્ય આગળ ચલાવ્યું.
“રાજ કુમાર! મેં મારા જીવનમાં આસુરી બળો સામે દૈવી બળોને લડતાં જોયાં છે અને વિજય પામતાં જોયાં છે! અલબત્ત, આસુરી શક્તિ મનુષ્યોનું નુકસાન કરી જતી હોય છે.... ત્રણ ત્રણ હત્યાઓ એનું જ પરિણામ મને લાગે છે. જો માનવીનું આ કામ હોત તો ગઈ રાત્રિમાં એ પકડાઈ જ જાત! આખી રાત મેં નગરમાં ફરીને આપણા ગુપ્તચરની કાર્યવાહી તપાસી છે....'
પિતાજીએ મારી સામે જોયું.. જાણે તેઓ મને ઉપાલંભ આપતા હતા કે મહેલમાં આરામ કરવાથી પ્રજાનું રક્ષણ ન કરી શકાય.”
મેં મહામંત્રીને પૂછ્યું : “શું આસુરી બળ કોઈ મનુષ્યમાં આવતું હશે અને એ મનુષ્ય હત્યા કરતો હશે? કે સ્વયં આસુરી શક્તિ આમ કરતી હશે?
બંને સંભાવનાઓ છે. આસુરી બળ કોઈ મનુષ્યમાં સંક્રમે અને એ મનુષ્ય હત્યા કરતો હોય અથવા સીધી જ આસુરી શક્તિ કામ કરતી હોય.'
“જો મનુષ્યમાં આસુરી શક્તિ અવતરતી હોય અને એ મનુષ્ય હત્યા કરતો હોય તો આપણા દષ્ટિપથમાં ન આવી શકે?”
ન આવી શકે. એવી શક્તિઓ હોય છે કે એના સહારે મનુષ્ય અદશ્ય બનીને કામ કરી શકે! આપણે એને ન જોઈ શકીએ!”
For Private And Personal Use Only