________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
બીજા દિવસે સવારે પણ પહેલા દિવસની દુર્ઘટનાનું પુનરાવર્તન થયું. મેં વહેલા જાગીને સર્વપ્રથમ ઋષિદત્તાનું મુખ જોયું. મુખ ઉપર પહેલા દિવસની જેમ લોહીના ડાઘ હતા અને ઓશીકા પાસે માંસના ટુકડા હતા. મેં સાચવીને ઋષિદત્તાના માથે હાથ મૂકીને એને જગાડી. એણે પણ ઊઠીને અરીસામાં પોતાનું મુખ જોયું... અને ઓશીકા પાસે પડેલા માંસના ટુકડા જોયા.. એના મુખ પર ગ્લાનિ થઈ આવી. આજે મેં એને ખૂબ સ્નેહભર્યા શબ્દોમાં કહ્યું :
ઋષિ, કોઈ દુષ્ટ તત્ત્વ આપણને હેરાન કરવા, બદનામ કરવા મથી રહ્યું છે, પણ તું ચિંતા ન કરીશ. પરમાત્મા ઋષભદેવની કૃપાથી વિપ્ન ટળી જશે.” મે સ્વયં પાણીથી એનું મુખ સાફ કર્યું અને માંસના ટુકડા ખાળમાં નાખી દીધા. ઋષિદત્તા મારી સામે... મારા મનને પામવા.. જોઈ રહી હોય, એમ મને લાગ્યું. મારા મનમાં હવે કોઈ આશંકા રહી ન હતી. મારા હૃદયમાં ઋષિદત્તા. પ્રત્યે જરા પણ અપ્રીતિ થઈ રહી ન હતી. એને પણ મારા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોય, એવું મને લાગ્યું. એના મનમાં જરા પણ અજંપો ન રહે, એવું હું ઇચ્છતો હતો.
જ્યારે હું શયનગૃહની બહાર આવ્યો ત્યારે રાજપુરુષો પાસેથી સમાચાર મળ્યા કે “આજે પણ નગરમાં એક માણસની હત્યા થઈ ગઈ છે.” મારું હૃદય ધ્રુજી ઊઠ્યું. મેં રાજપુરુષોને કહ્યું : “હત્યારાને ગમે તે રીતે પકડવો જોઈએ. નિર્દોષ માણસોની હત્યા રોકવી જ જોઈએ.'
મારા મનમાં એ જ વખતે બીજો વિચાર આવ્યો :
મારે રાત્રિના સમયે જાગ્રત રહીને જાણવું જોઈએ કે “ઋષિદત્તાને કોણ કલંકિત કરવા પ્રયત્ન કરે છે. મેં રાત્રે જાગતા રહેવાનો મનોમન નિર્ણય કર્યો. ઊંઘતા હોવાનો દેખાવ કરવાનો અને જાગતા રહેવાનું! “જે માણસ.... જે દુષ્ટ તત્ત્વ નગરવાસીની હત્યા કરે છે, એ જ તત્ત્વ ઋષિદત્તાનું મુખ લોહીથી રંગી જાય છે.' એમ મને લાગ્યું. મને એ વ્યક્તિ અસાધારણ લાગી. રાજમહેલની ચારેબાજુ સંપૂર્ણ સૈનિક-પહેરો હોવા છતાં એ વ્યક્તિ રાજમહેલમાં આવી જાય છે.... મારા શયનખંડમાં પ્રવેશી જાય છે.... એમાંય ગઈ રાત્રિએ તો મેં શયનખંડની એક બારી પણ ખુલ્લી રહેવા દીધી ન હતી. દરવાજો અંદરથી
For Private And Personal Use Only