________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
પાંપણે બાંધ્યું પાણિયારું રાજા હરિષણનું મન ખૂબ પ્રસન્ન થઈ ગયું. તેમને પોતાનો મનોરથ સફળ થતો દેખાયો. પરંતુ રાણીએ સાથે આવવાની વાત મૂકી, તેથી રાજાએ કહ્યું : દેવી, તમે તો અહીં જ રહો. તમને અહીં કોઈ જ કષ્ટ નહીં પડે. આશ્રમનું જીવન તમારાથી નહીં જિવાય...'
“મારા નાથ, મારે મન તો જ્યાં આપ હો ત્યાં રાજમહેલ છે. આપની છાયામાં જ મારું સ્વર્ગ છે. હું આપની છાયા બનીને રહીશ, આપની આત્મસાધનામાં બાધક નહીં બનું.' પ્રીતિમતિએ પોતાની ભાવનાને સ્પષ્ટ કરી.
“શું તમને એમ લાગે છે કે રાજકુમાર જિતસેન તમારી સારસંભાળ નહીં રાખે... તમારી અવગણના કરશે?”
“ના રે ના, રાજકુમારની મારા પ્રત્યે અપાર ભક્તિ છે, મારા દેવ! એ મારામાં મહાદેવી પ્રિયદર્શનાનાં દર્શન કરે છે! એ માતૃભક્ત રાજકુમાર માટે મારા એક રૂંવાડામાંય શંકા નથી.... પરંતુ હું આપના વિના મહેલમાં રહી શકું નહીં. આપના વિનાનો મહેલ મારે મન સ્મશાન છે....”
'રાજા હરિષણની આંખો હર્ષનાં આંસુથી ભીની થઈ ગઈ. તેમણે પ્રીતિમતિને સાથે આવવાની અનુમતિ આપી. બીજી બાજુ રાજ કુમાર જિતસેનના રાજ્યાભિષેકની તૈયારીઓ કરાવવા માંડી.
અલબત્ત, હરિપેણના મનમાં એક ઊંડી વેદના જરૂર હતી. જે આશ્રમમાં એ શેષ જીવન વિતાવવા ઇચ્છતા હતા, હવે એ આશ્રમમાં કુલપતિ વિશ્વભૂતિ રહ્યા નથી! તેમનો સ્વર્ગવાસ થઈ ગયેલો છે. રાજાની કલ્પના-સૃષ્ટિમાં જ્યારે
જ્યારે આશ્રમ આવે છે, ત્યારે ત્યારે વિશ્વભૂતિનો અભાવ તેમના મનમાં ભારોભાર વેદના જન્માવે છે.
તેમાં... તેમનું આશ્વાસન બને છે ભગવાન ઋષભદેવનું મંદિર! અનેક આત્મસાધક સંન્યાસીઓનો સત્સંગ અને સહવાસ! કારણ કે રાજાને એમાંના ઘણાં સંન્યાસીઓ ઓળખતા હતા. કુલપતિ વિશ્વભૂતિના પરમ પ્રીતિપાત્ર બનેલા રાજા પ્રત્યે એ સંન્યાસીઓને આદર પણ હતો. રાજાના મનમાં આ વાતની હૂંફ હતી.
સારા મુહૂર્તમાં રાજ કુમારનો રાજ્યાભિષેક થઈ ગયો અને રાજા-રાણીએ વિશ્વભૂતિના આશ્રમ તરફ મંગલ પ્રયાણ કર્યું. રાજા જિતસેને અને હજારો પ્રજાજનોએ અશ્રુભીની આંખે... ભાવભરી વિદાય આપી.
For Private And Personal Use Only