________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
મંદિરનાં એ પગથિયાં પાસે આવીને હું ઊભી રહી કે જ્યાં સર્વપ્રથમ છે સ્વામીનાથ! આપણું મિલન થયું હતું. હું મારા રાજર્ષિ પિતાની પાછળ ઊભી હતી અને આપને જોઈ રહી હતી. એ ક્ષણો.. એ દિવસો... બધું સ્મૃતિમાં ઊભરાવા માંડ્યું. ખાટી-મીઠી સ્મૃતિઓમાં ડૂબી ગઈ.
સંધ્યા ઢળી ગઈ, હું મારી કુટિરમાં પહોંચી ગઈ. હવે મારે ત્યાં જ રહેવાનું હતું એટલે એ અંગેના વિચારોમાં ડૂબી ગઈ... ત્યાં મને એક મહત્ત્વનો વિચાર આવ્યો :
આ નિર્જન જંગલમાં મારા શીલની રક્ષા હું કેવી રીતે કરીશ? જંગલના લોકોને ખબર પડે કે આશ્રમમાં કોઈ એકાકી સ્ત્રી આવીને રહી છે, તો ક્યારેક મારા શીલની રક્ષાનો પ્રશ્ન ઊભો થાય....' હું વિચારતી હતી ત્યાં મને પિતાજીની એક વાત યાદ આવી ગઈ. તેઓએ મને એક ઔષધિ બતાવીને કહેલું : “બેટી, આ ઔષધિને જે સ્ત્રી પોતાના કાનમાં રાખે તે સ્ત્રી પુરુષ બની જાય છે! એ ઔષધિને કાનમાંથી કાઢી લે એટલે પુરુષમાંથી પાછી સ્ત્રી બની જાય છે!'
મને ખૂબ આનંદ થયો. મારા અંગેઅંગે આનંદ રેલાયો. ધર્મધ્યાન કરતાં કરતાં હું નિદ્રાધીન થઈ. પ્રભાતે ઊઠીને, સ્નાનાદિથી પરવારી, પરમાત્માની પૂજા કરી હું જંગલમાં ગઈ. શોધતાં શોધતાં મને પેલી ઔષધિ મળી આવી...! હું નાચી ઊઠી. તુર્ત જ મેં એ ઔષધિ મારા કાનમાં મૂકી દીધી...
હું સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ. ઔષધિઓના પ્રભાવો તો મેં પિતાજી પાસે ઘણા સાંભળ્યા હતા, પણ ત્યારે મેં પ્રત્યક્ષ અનુભવ કર્યો. હું નિર્ભય બની ગઈ. હવે મારા શીલને કોઈ ભય ન રહ્યો. મુનિ કુમારના વેષમાં મેં ત્યાં દિવસો વિતાવ્યા.....
એક દિવસ રથમર્દન નગરના યુવરાજ પાછા એ આશ્રમમાં પધાર્યા! અને મેં તેમને જોયા. તેમણે મને જોયો.....! “એટલે એ ઋષિકુમાર તું જ?' હું આશ્ચર્યથી ઊભો થઈ ગયો.
હા, સ્વામીનાથ! એ ઋષિકુમાર તે હું જ!” શયનખંડના દીપકો બુઝાઈ ગયા હતા. અમે નિદ્રાધીન થયાં.
For Private And Personal Use Only