________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
“વ્હાલા તાત.... ઓ પિતાજી.... તમારી આ નિર્દોષ. નિરપરાધી બેટીનો હાથ પકડો.... હું અસહાય અબળા... ક્યાં જાઉં? કોની પાસે જાઉં?”
મધ્યરાત્રિનો સમય થઈ ગયો હશે. પિતાજીનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરતી રહી. ત્યાં અચાનક મને આભાસ થયો.... જાણે મારા એ વત્સલ પિતા મને કહેવા લાગ્યા : “બેટી, આવી જા આપણા આશ્રમમાં.... અહીં પરમાત્મા.. ઋષભદેવની છાયામાં તે નિર્ભય રહીશ...'
અને મારા શરીરે રોમાંચ થઈ ગયો. મારી રોમરાજી વિકસ્વર થઈ ગઈ. મારી આંખો હર્ષનાં આંસુથી ઊભરાવા લાગી. મારા હૃદયમાં ભગવાન ઋષભદેવનાં દર્શન થયાં.... અવ્યક્ત આનંદથી હું ઝૂમી ઊઠી, મારા થાકી ગયેલા શરીરમાં શક્તિનો સંચાર થતો લાગ્યો. મેં આકાશમાં જોયું. આકાશના તારાઓના આધારે મેં દિશાઓનો નિર્ણય કર્યો. પિતાજીનો આશ્રમ દક્ષિણ દિશામાં હતો. મેં દક્ષિણ દિશામાં ઝડપથી પગ ઉપાડ્યા.
હવે મારી કલ્પનામાં મારો એ અતિ પ્રિય આશ્રમ સાકાર બન્યો હતો. આશ્રમની મારી અસંખ્ય સ્મૃતિઓ ઊભરાવા માંડી હતી. જ્યાં મારો જન્મ થર્યો હતો.... જ્યાંની ધૂળમાં હું રમી હતી. જ્યાંનાં પુષ્પો સાથે મેં પ્રેમ કર્યો હતો.... જ્યાંના સરોવરમાંથી મેં પાણી ભર્યા હતાં. જ્યાંના જિનાલયમાં મેં ત્રિકાલ પૂજા, સ્તવના, અર્ચના કરી હતી... એ આશ્રમની સ્મૃતિઓ મારા સંતપ્ત હૃદયને અપૂર્વ સાત્ત્વના આપતી હતી...
મારા પિતાજી...રાજર્ષિ હતા એ... છતાં મને ઉછેરીને એમણે મોટી કરી હતી. માતાના મૃત્યુ પછી એ જ માતા હતા. એ જ ભ્રાતા.... એ જ પિતા હતા અને એ જ ગુરુ હતા.... માતાની મમતા આપી હતી.... ભાઈનો સ્નેહ આપ્યો હતો... પિતાની હૂંફ આપી હતી.... ગુરુ બનીને શિક્ષણ આપ્યું હતું. કેવી સુખમય, ઉલ્લાસમય મારી કુમારાવસ્થા વીતી હતી? દુઃખને હું ઓળખતી ન હતી. વેદનાનો મને સ્વપ્નેય પણ ખ્યાલ ન હતો. જંગલનાં નિર્દોષ હરણોની સાથે કરેલી બાળરમતો અને વિનોદ.... મારી આંખો સામે તરવરવા લાગ્યાં... આજે પાછી એ આશ્રમની ધરતી પાસે હું જઈ રહી હતી. - પ્રભાત થઈ ગયું હતું. આશ્રમની દિશા તરફ હું ચાલી રહી હતી. રાજમાર્ગ પર હું આવી ગઈ હતી... આ જ માર્ગે હું રથમર્દન નગર આપની સાથે આવી હતી. મેં વાવેલા છોડ ઊગી ગયા હતા! એ મારા છોડવાઓની નિશાનીએ હું ત્વરાથી ચાલી રહી હતી. એ માર્ગ ઉપર, નાથ! આપની મધુર સ્મૃતિ આવી ગઈ હતી.... સાથે જ, છેલ્લે છેલ્લે જોયેલી આપની બંધનગ્રસ્ત અવસ્થા પણ.
For Private And Personal Use Only