________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ, કલા તથા શ્રુત-સાધનાનું આહ્લાદક ધામ
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલું સાબરમતી નદીથી નજીક સુરમ્ય વૃક્ષોની ઘટાઓથી છવાયેલું કોબા તીર્થ પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણનો અનુભવ કરાવે છે. ગચ્છાધિપતિ, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની દિવ્ય કૃપા અને યુગદ્રષ્ટા રાષ્ટ્રસંત આચાર્ય પ્રવર શ્રીમદ્ પદ્મસાગરસૂરીશ્વરજીના શુભાશિષથી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રની સ્થાપના ૨૬ ડિસેમ્બર ૧૯૮૦ ના રોજ કરવામાં આવી. આચાર્યશ્રીની એવી ઈચ્છા હતી કે અહીં ધર્મ, આરાધના તથા જ્ઞાન-સાધનાની કોઈ એકાદ પ્રવૃત્તિ જ નહીં, પણ અનેકવિધ જ્ઞાન અને ધર્મપ્રવૃત્તિનો મહાસંગમ થાય, એટલા માટે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની ઉચ્ચ ભાવનારૂપ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સ્થાપના કરવામાં આવી.
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અનેકવિધ પ્રવૃત્તિઓ પૈકી નીચેની શાખાઓમાં સતત પ્રયત્નોથી ધર્મશાસનની સેવામાં તત્પર છે.
(૧) મહાવીરાલય : હૃદયમાં અલૌકિક ધર્મોલ્લાસ જગાડનાર પરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીનો શિલ્પકલાયુક્ત ભવ્ય પ્રાસાદ મહાવીરાલય જોવા લાયક છે. પહેલા માળે ગર્ભગૃહમાં મૂળનાયક મહાવીરસ્વામી વગેરે ૧૩ પ્રતિમાઓના દર્શન અલગ-અલગ દેરીઓમાં કરી શકાય છે તથા ગ્રાઉન્ડ ફ્લોર પર આદીશ્વર ભગવાનની ભવ્ય પ્રતિમા, માણિભદ્રવીર તથા ભગવતી પદ્માવતી સહિત પાંચ પ્રતિમાના દર્શન કરી શકાય છે. તમામ પ્રતિમાઓ એટલી સુંદર અને ચુંબકીય આકર્ષણ ધરાવે છે કે જાણે કે સામે દર્શન કરવા બેઠા જ રહીએ!
મંદિરને પરંપરાગત શૈલીથી શિલ્પાંકનોથી રોચક પદ્ધતિથી અલંકૃત કરવામાં આવેલ છે. જેમાં પગથિયાંથી શરૂ કરીને શિખરના ગુંબજ સુધી તથા રંગમંડપથી ગર્ભગૃહનો દરેક પ્રદેશ જોતાં જૈન શિલ્પકલા આધુનિક યુગમાં પુનઃ જીવિત થઈ હોય તેવું લાગે છે. દરવાજા પર કોતરાએલા ભગવાન મહાવીરના પ્રસંગોમાં ૨૪ યક્ષ, ૨૪ યક્ષિણીઓ, ૧૬ મહાવિદ્યાઓ,વિવિધ સ્વરૂપોથી સજ્જ અપ્સરાઓ, દેવો, કિન્નર, પશુ-પક્ષી તથા લતામંજરી વગેરે આ મંદિરને જૈન શિલ્પ તથા સ્થાપત્યના ક્ષેત્રમાં એક અપ્રતિમ ઉદાહરણ પુરું પાડે છે.
મહાવીરાલયની ખાસ વિશિષ્ટતા એ છે કે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ના અંતિમ સંસ્કારનો સમય એટલે કે દર વર્ષે ૨૨ મે ના રોજ બર્પોરે
For Private And Personal Use Only