________________ પપ0 આ લોગસ્સ પૂરા કહેવા; બાકી સર્વ કાઉસ્સગો “ચંદેસ નિમૅલયરા” સુધી કહેવા. કાઉસ્સગ્ન કર્યા પછી પારીને મંગલાર્થે એક જણ “લઘુશાંતિ” કહે, બીજા કાયોત્સર્ગમાં જ સાંભળે. કાઉસ્સગ્ગ પારી પ્રકટ “લોગસ્સ” કહે તે પછી ઇરિયાવહિ પ્રતિક્રમે તથા ચઉક્કસાયથી જયવીયરાય સુધી ચૈત્યવંદન કરી સામાયિક પારવા પર્યત જે વિધિ છે તે સર્વ કરે. સઝાય પછીની વિધિની હકીકત મૂળગ્રંથમાં નથી, તે વર્તમાન પ્રવૃત્તિને અનુસારે લખી છે. ઇતિ દેવસિક પ્રતિક્રમણના હેતુ રાઇપ્રતિક્રમણના સામાન્ય હેતુઓ પ્રથમ સામાયિક લઈ “કુસુમણિ દુસુમિણ ઉઠ્ઠાવણી રાઈ પાયચ્છિત્ત વિસોહણ€ કાઉસ્સગ કરૂ ? ઇચ્છે, કુસુમિણ દુસુમિણ ઊઠ્ઠાવણી રાઈ પાયચ્છિત વિસોહણë કરેમિ કાઉસ્સગ્ગ” ઇત્યાદિ કહી ચાર લોગસ્સનો 108 શ્વાસોચ્છવાસ પ્રમાણ એટલે “સાગરવરગંભીરા” પદ સુધી ગણતાં એક લોગસ્સના 27 પદ થાય તેને ચાર ગુણા કરતાં 108 પદ થાય છે, તેટલો કાયોત્સર્ગ કરવો. અત્ર એ વિશેષ છે કે કુસ્વપ્ન આવ્યું હોય અગર ન આવ્યું હોય તો 100 શ્વાસોચ્છવાસ (ચંદેસુ નિમલયરા સુધી ચાર લોગસ્સ)નો કાયોત્સર્ગ કરે અને સ્વપ્રમાં સ્ત્રીસેવન પણ થયું હોય તો 108 શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ કરે, પણ પ્રમાદવશાતુ કેવું સ્વપ્ર આવ્યું હતું તેની સ્મૃતિ ન રહે, તેથી 108 શ્વાસોચ્છવાસ પ્રમાણનો કાયોત્સર્ગ કરવાનું પ્રવર્તન છે. એ કાયોત્સર્ગથી રાત્રિ સંબંધી ઘણાં પાપ દૂર થાય છે. 1. રાગાદિમય કુસ્વપ્ર અને દ્વેષાદિમય દુઃસ્વપ્ર.