________________ 547 પછી ગુરુને અપરાધ ખમાવવા અર્થે બે વાંદણાપૂર્વક અમ્મુઠ્ઠિઓ અલ્પિતર” સૂત્રથી અપરાધ ખમાવે. પ્રતિક્રમણ કરવાથી પણ જે અશુદ્ધ રહ્યો હોય તેવા ચારિત્રાચારના અતિચારની શુદ્ધિને માટે કાઉસ્સગ્ન કરવાનો છે તેથી પ્રથમ બે વાંદણાં દે. અહીંથી પાંચમું આવશ્યક શરૂ થાય છે. ચારિત્રાચારની વિશુદ્ધિ કષાયની ઉપશાંતિએ જ થાય, તેથી આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિરાદિ પ્રત્યે તથા સર્વ જીવ પ્રત્યે કરેલા અપરાધ ખમાવવા માટે “આયરિય વિઝાએ સૂત્ર બોલે, તે પહેલાં વંદન કરે (બે વાંદણાં દે), તેનું કારણ. જેમ દરેક ક્રિયા પંચપરમેષ્ટિને નમસ્કાર કરીને કરવામાં આવે છે તેમ ગુરુ સમીપની સર્વ ક્રિયા ગુરુના બહુમાનાર્થે વંદન કરવાપૂર્વક કરવી તે છે, તેમજ આઠ કારણે વાંદણાં દેવામાં આવે છે તેમાંનું કાયોત્સર્ગ પણ એક કારણ છે. અવગ્રહમાંથી પાછો ઓસરતો ઓસરતો “આયરિય વિઝાએ બોલે તે જાણે પોતે કષાયચતુષ્ટયથી પાછો નિવર્તતો હોય એમ બતાવે છે. તે પછી સમતાની વૃદ્ધિ અર્થે “કરેમિ ભંતે” કહી પ્રથમ લખેલા હેતુ પ્રમાણે “ઈચ્છામિ ઠામિ, તસ્સ ઉત્તરી” ઈત્યાદિ કહી બે લોગસ્સનો કાઉસ્સગ્ન કરવો. તેનું કારણ ચારિત્ર વિનાનું એકલું જ્ઞાન પાંગળું છે. ચારિત્ર સહિત જ્ઞાન સફળ થાય છે. બીજા આચારો કરતાં ચારિત્રાચારમાં વિશેષ દૂષણ લાગે છે, તેથી તેની વિશુદ્ધિ માટે પ્રથમ કાયોત્સર્ગ કરવો પછી સમ્યગુ જ્ઞાનનું મૂળ દર્શન (શ્રદ્ધા-સમ્યકત્વ) છે, તેથી દર્શનાચારની વિશુદ્ધિ માટે એક લોગસ્સનો કાઉસ્સગ્ગ જ્ઞાનાચારથી પ્રથમ કરવો. તેને માટે ચતુર્વિશતિ જિનના ગુણોત્કીર્તનમાં “લોગસ્સ0 સવ્વલોએ” ઇત્યાદિ કહીને કાઉસ્સગ કરે. પછી જ્ઞાનાચારની વિશુદ્ધિને અર્થે પુખરવરદીઓ સુઅસ્સે ભગવઓ” ઈત્યાદિ કહેતો એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરે.