________________ પ૪૬ કરો” એમ કહે. એ પ્રકારના દશ માંહેલા બીજા પ્રાયશ્ચિત્તને ગ્રહણ કરી. બેસીને માંગલિક અર્થે એક “નવકાર' ગણે, સમતાની વૃદ્ધિને અર્થે “કરેમિ ભંતે' કહે. વારંવાર કરેમિ ભંતે” કહેવાથી સમતાની વિશેષ વૃદ્ધિ થાય છે. જે અતિ આવશ્યક છે. પછી સામાન્ય પાપ આલોચવા રૂપ “ઈચ્છામિ પડિક્કમિઉં જો મે દેવસિયો' કહે, પછી “વંદિતુ' કહે, તે વિશેષ સ્કુટપણે પાપની આલોચનારૂપ છે. જે જે દોષ લાગ્યા હોય તે તે દોષોનું પ્રાયશ્ચિત્ત કરવા મહાપશ્ચાત્તાપપૂર્વક મહાવૈરાગ્યભાવથી ચિંતન કરવાનું છે. જેવા સંફિલષ્ટ અધ્યવસાય પાપ બાંધતી વખતે આવ્યા હોય તેવા જ અગર તેથી વધારે વિશુદ્ધ અધ્યવસાય પાપને આલોચતી વખતે આવે તો તથા પ્રકારે યથાર્થ રીતે તે પાપનો ક્ષય થઈ શકે છે; અન્યથા પ્રતિક્રમણ કર્યા છતાં પાપનો ક્ષય થતો નથી. ઉપયોગ વગરની ક્રિયા નિષ્ફળપ્રાયઃ થાય છે, માટે સાવધાનપણે આલોચના કરવાનું ખાસ ધ્યાનમાં રાખવું. વંદિત્ત કહેતી વખતે ડાબો ઢીંચણ વાળીને જમીન ઉપર સ્થાપવો અને તે (ડાબા ઢીંચણ)ના તળીયા ઉપર જમણા પગની બાજુના પાછળના અધોભાગનો સર્વ ભાર આવે તેમ જમણો પગ ઉભો રાખી બેસવું, ખરી રીતે તો આ બે ઢીંચણ જેવી રીતે સ્થાપવાના કહ્યા છે તેવીજ રીતે ભૂમિ પર ફક્ત બંને પગની અંગુલી જ સ્થાપીને ઉભડક બેસવાનું છે, તેમ ન બને તો ઉપર મુજબ બેસવું. આવા ઉત્કટ આસનથી ઉપયોગ એકાગ્ર થાય છે, અને તેથી અતિચારની ચિંતના બરાબર થાય છે “તસ્ય ધમ્મસ્સવ” ગાથાથી ઉભા થઈને શેષ “વંદિg” બોલે. આ વિધિ ભારને ઉતારીને હળવા થનાર મજારની પેઠે શ્રાવક પણ પાપરૂપી ભારથી હળવો થયો એમ સૂચવવા અર્થે છે.