________________ પ૪૩ પછી “બેસણે હાઉ” એટલે બેસું છું. એજ પ્રકારે “સક્ઝાય સંદિસાહું” એટલે સ્વાધ્યાય કરવાની આજ્ઞા આપો અને “સઝાય કરૂં” એટલે સ્વાધ્યાય (પઠન-પાઠન)માં પ્રવર્તે છું. પછી માંગલિક અર્થે ત્રણ નવકાર ગણવા. અહીંથી દૈવસિક પ્રતિક્રમણનો પ્રારંભ થાય છે. પ્રથમ પચ્ચકખાણ લેવા માટે ગુરુના વિનયાર્થે વાંદણાં દેવામાં આવે છે, તેની પહેલાં ખમાસમણ દેવાપૂર્વક મુહપત્તિ પડિલેહવી. આ ખમાસમણ દેવાનો અધિકાર શ્રી એનપ્રશ્નમાં છે. મુહપત્તિ પડિલેહી, વાંદણાં દેઈ, પચ્ચખાણ લઈ ખમાસમણ દઈ “ચૈત્યવંદન” કરવું. તે કરતી વખતે બંને ઢીચણો ભૂમિપર સ્થાપીને યોગમુદ્રાએ બેસવું. પછી જંકિચિ કહેવું. ચૈત્યવંદન અને જંકિંચિથી જિનનું સ્તવન તથા વંદન થાય છે. હરકોઈ શુભકાર્યના આરંભમાં દેવવંદન કરવું જોઈએ, એ હેતુથી અત્ર પણ ચાર સ્તુતિએ દેવવંદન કરવામાં આવે છે, પહેલી સ્તુતિથી અમુક અરિહંતનું આરાધન, બીજીથી સર્વ અરિહંતનું આરાધન, ત્રીજીથી શ્રુતજ્ઞાનનું આરાધન અને ચોથીથી ધર્મકાર્યોમાં નડતાં વિનોને દૂર કરનારા શાસનદેવતાનું સ્મરણ થાય છે. આ દેવવંદનમાં બાર અધિકાર આવે છે, તે લખીએ છીએ“નમુત્થણંથી જીઅભયાણ” સુધી પહેલો અધિકાર ગણાય છે. તેથી સમવસરણમાં વિરાજિત ભાવ અરિહંત ભગવાનને વંદના થાય છે. નમુત્થણની છેલ્લી ગાથાથી દ્રવ્યજિનને વંદના થાય છે. અનાગતકાળે થનારા તીર્થકરો જેમના જીવો અત્યારે દેવલોક વગેરેમાં છે તે તેમ જ સિદ્ધિસ્થાનમાં ગયેલા તીર્થકરો પણ દ્રવ્યજિન કહેવાય છે. એ બીજો અધિકાર. “અરિહંત ચેઈઆણંથી ત્રીજો અધિકાર ગણાય છે, અને તેથી એક ચૈત્યના સ્થાપનાજિન 1. ડાબો ઢીંચણ ઉભો રાખી ચૈત્યવંદન કરવામાં નમ્રતા અને જમણો ઢીંચણ ઉભો રાખી વંદિત્ત બોલવામાં વીરાસન બતાવવામાં આવે છે.