________________ 498 ઢાણ ચોથી (નદી યમુના કે તીર, ઉડે દોય પંખીયાં-દેશી) અઢારમેં ભવે સાત સુપને સૂચિત સતી, પોતનપુરીએ પ્રજાપતિ રાણી મૃગાવતી; તસ સુત નામે ત્રિપૃષ્ટ વાસુદેવ નીપજ્યા; પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા. 1. વીશમે ભવ થઈ સિંહ ચોથી નરકે ગયા, તિયાંથી આવી સંસારે ભવ બહુળા થયા; બાવીસમે નર ભવ લહી પુણ્ય દશા વર્યા, ત્રેવીશમે રાજધાની મુકાએ સંચર્યા. 2. રાય ધનંજય ધારણી રાણીએ જનમિયા, લાખ ચોરાશી પૂરવ આયુ જીવિયા; પ્રિય મિત્ર નામે ચક્રવર્તી દીક્ષા લહી, કોડી વરસ ચારિત્ર દશા પાળી સહી. 3. મહાશુક્ર થઈ દેવ ઇણે ભરતે ચવી, છત્રિકા નગરીયે જિતશત્રુ રાજવી; ભદ્રા માય લખ પચવીશ વરસ સ્થિતિ ધરી, નંદન નામે પુત્ર દીક્ષા આચરી. 4. અગિયાર લાખને એંસી હજાર છસ્સે વળી, ઉપર પીસ્તાલીસ અધિક પણ દિન ફળી; વિશ સ્થાનક માસક્ષમણે જાવજીવ સાધતા, તીર્થકર નામકર્મ તિહાં નિકાચતા. 5. લાખ વરસ દીક્ષા પર્યાય તે પાળતા, છવીશમે ભવ પ્રાણત કલ્પ દેવતા; સાગર વીસનું જીવિત સુખભર ભોગવે, શ્રી શુભવીર જિનેશ્વર ભવ સુણજો હવે. 6.