________________ 499 ઢાળ પાંચમી (ગજરામારૂજી ચાલ્યા ચાકરી રે -એ દેશી) નયર માહણકુંડમાં વસે રે, મહારિદ્ધિ રૂષભદત્ત નામ; દેવાનંદા દ્વિજ શ્રાવિકા રે, પેટ લીધો પ્રભુ વિસરામ રે. પેટ૦ 1. વ્યાસી દિવસને અંતરે રે, સુર હરિગમેષી આય; સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિસલા કુખે છટકાય રે. ત્રિસલા૦ 2. નવ માસાંતરે જનમિયા રે, દેવ દેવીયે ઓચ્છવ કીધ; પરણી યશોદા જોવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. નામેo 3. સંસાર લીલા ભોગવી રે, ત્રીસ વર્ષે દીક્ષા લીધ; બાર વરસે આ કેવળીરે, શિવ વહુનું તિલકશિર દીધરે. શિવ૦ 4. સંઘ ચતુર્વિધ થાપીયો રે, દેવાનંદા રૂષભદત્ત પ્યાર; સંયમ દેઇ શિવ મોકલ્યાં રે, ભગવતી સૂત્રે અધિકાર રે. ભગ0 પ. ચોત્રીસઅતિશય શોભતારે, સાથે ચઉદસહસઅણગાર; છત્રીસ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પરિવાર રે. બીજO 6. ત્રીસ વરસ પ્રભુ કેવળી રે, ગામ નગર તે પાવન કીધ; બહોતેર વરસનું આયખુંરે, દીવાળીયે શિવપદ લીધરે. દીવાળી) 7. અગુરુલઘુ અવગાહને રે, કીયો સાદિ અનંત નિવાસ; મોહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખનો હોય નાશરે. તન૦ 8. તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ માવે લોકાકાશ; તો અમને સુખીયા કરો રે, અમે ધરીયે તમારી આશરે. અમે૦૯. અક્ષય ખજાનો નાથનો રે, મેં દીઠો ગુરૂ ઉપદેશ લાલચ લાગી સાહેબા રે, નવિ ભજીયે કુમતિનો લેશ રે. નવિ૦ 10. મોટાનો જે આસરો રે, તેથી પામીએ લીલ વિલાસ; દ્રવ્ય ભાવ શત્રુ હણી રે, શુભવીર સદા સુખવાસ રે. શુભ૦ 11.