________________ 497 ઢાળ ત્રીજી (ચોપાઈની દેશી) પાંચમે ભવ કોલ્લાગ સન્નિવેશ, કૌશિક નામે બ્રાહ્મણ વેષ; એંસી લાખ પુરવ અનુસરી, ત્રિદંડીયાને વેષે મરી. 1. કાળ બહુ ભમીયો સંસાર, ધૃણાપુરી છઠ્ઠો અવતાર; બહોંતેર લાખ પૂરવને આય, વિપ્ર ત્રિદંડિક વેષ ધરાય. 2. સૌધર્મે મધ્ય સ્થિતિએ થયો, આઠમે ચૈત્ય સન્નિવેશે ગયો; અગ્નિદ્યોત દ્વિજ ત્રિદંડી, પૂર્વ આયુ લાખ સાઠે મુઓ. 3. મધ્યસ્થિતિએ સુર સ્વર્ગઇશાન, દશમે મંદિરપુર દ્વિજ ઠાણ; લાખ છપ્પન પૂરવાપુરી, અગ્નિભૂતિ ત્રિદંડિક મરી. 4. ત્રીજે સરગ મધ્યાયુ ધરી, બારમે ભવ શ્વેતાંબી પુરી; પુરવ લાખ ચુમ્માલીસ આય, ભારદ્વિજ ત્રિદંડિક થાય. 5. તેરમે ચોથે સ્વર્ગે રમી, કાલ ઘણો સંસારે ભમી; ચઉદને ભવ રાજગૃહી જાય, ચોત્રીસ લાખ પૂર્વને આય. 6. થાવર વિપ્ર ત્રિદંડી થયો, પાંચમે સ્વર્ગે મરીને ગયો; સોળમે ભવ ક્રોડ વરસ સમાય, રાજકુમાર વિશ્વભૂતિ થાય. 7. સંભૂતિ મુનિ પાસે અણગાર, દુક્કર તપ કરી વરસ હજાર; માસખમણ પારણું ધરી દયા, મથુરામાં ગોચરીએ ગયા. 8. ગાયે હણ્યા મુનિ પડિયા વશા, વિશાખાનંદી પિરિયોહસ્યા; ગૌશૃંગ મુનિ ગર્વે કરી, ગયણ ઉછાળી ધરતી ધરી. 90 તપબળથી હોજ્યો બળ ધણી, કરી નિયાણું મુનિ અણસણી; સત્તરમે મહાશુક્ર સુરા, શ્રી શુભવીર સત્તર સાગરા. 10. 32