________________ 46 ધરે ત્રિદંડ લાકડી મ્હોટી, શિર મંડણ ને ધરે ચોટી; વળી છત્ર વિલેપન અંગે, થૂલથી વ્રત ધરતો રંગે. 2. સોનાની જનોઈ રાખે, સહુને મુનિ મારગ ભાખે; સમોસરણે પૂછે નરેશ, કોઈ આગે હોશે જિનેશ. 3. જિન જંપે ભરતને તામ, તુજ પુત્ર મરીચી નામ; વિરનામે થશે જિન છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. 4. ચક્રવર્તી વિદેહે થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે; મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી વંદીએ એમ કહેતા. 5. તમે પુન્યાવંત ગવાશો, હરિ ચક્રી ચરમ જિન થાશો; નવિ વંદુ ત્રિદંડિક વેશ, નમું ભક્તિયે વીર જિનેશ. 6. એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ ન માવે; મ્હારે ત્રણ પદવીની છાપ, દાદા જિન ચક્રી બાપ. 7. એમ વાસુદેવ ધુર થઈશું, કુળ ઉત્તમ હારૂં કહીશું; નાચે કુળ મદશું ભરાણો, નીચ ગોત્ર તિહાં બંધાણો. 8. એક દિન તનુ રોગે વ્યાપે, કોઈ સાધુ પાણી ન આપે; ત્યારે વંછે ચેલો એક, તવ મળિયો કપિલ અવિવેક. 9. દેશના સુણી દીક્ષા વાસે, કહે મરીચી લીયો પ્રભુ પાસે; રાજપુત્ર કહે તુમ પાસે, લેશું અમે દીક્ષા ઉલ્લાસે. 10. તુમ દરશને ધરમનો વહેમ, સુણી ચિંતે મરીચી એમ; મુજ યોગ્ય મળ્યો એ ચેલો, મૂળ કડવે કડવો વેલો. 11. મરીચી કહે ધર્મ ઉભયમાં, લીએ દીક્ષા જોવન વયમાં એણે વચને વધ્યો સંસાર, એ ત્રીજો કહ્યો અવતાર. 12. લાખ ચોરાસી પૂરવ આય, પાળી પાંચમે સ્વર્ગે સિધાય; દશ સાગર જીવિત ત્યાંહી, શુભ વીર સદા સુખ માંહી. 13.