________________ 493 સત્યવંત હરિશ્ચંદ્ર ધીર રે, ડુંબ ઘરે શીર વહ્યું નીર રે; કુબેરદત્તને કુયોગ રે, બેન વલી માતાજું ભોગ રે. 5. પર હસ્ત ચંદનબાલા રે, ચર્ચે સુભદ્રાને આલ રે; મયણરેહા મૃગાંકલેખા રે, દુઃખ ભોગવ્યાં તે અનેકા રે. 6. કરમે ચંદ્ર કલંક્યો રે, રાય રંક કોઈ ન મુક્યો રે; ઈન્દ્ર અહલ્યા શું લુબ્બો રે, રત્નાદેવી ઇશ વશ કીયો રે. 7. ઈશ્વર નારીયે નચાવ્યો રે, બ્રહ્મા ધ્યાનથી મુકાવ્યો રે; અહો અહો કર્મ પ્રધાન રે, જીત્યા જીત્યા શ્રી વર્તમાન રે. 8. ઢાળ દશમી ઈમ કર્મ ખપાવી, ધીર પુરુષ મહાવીર; બાર વરસ તણું તપ, તે સઘળું વિણ નીર; શાલિવૃક્ષ તળે પ્રભુ પામ્યા કેવળજ્ઞાન, સમોસરણ રચ્યું સુર, દેશના દીયે જિનભાણ. 1. અપાપા નયરી, યજ્ઞ કરે વિપ્ર જેહ, સર્વ બુઝવી દીક્ષા દીયે, વીરને વંદે તેવ; ગૌતમ ઋષિ આદે, ચારસે ચાર હજાર; સહસ ચઉદ મુનીશ્વર, ગણધરવર અગ્યાર. 2. ચંદનબાલા પ્રમુખ, સાધવી સહસ છત્રીસ; દોઢ લાખ સહસ નવ, શ્રાવક દે આશીષ; ત્રણ્ય લાખ શ્રાવિકા, ઉપર સહસ અઢાર; સંઘ ચતુર્વિધ સ્થાપ્યો, ધન ધન જિન પરિવાર. 3. પ્રભુ અશોક તરૂ તલ, ત્રિગડે કરે વખાણ; સુણે પરષદા બારે, યોજન વાણી પ્રમાણ; ત્રણ છત્ર સોહે શિર, ચામર ઢાલે ઈન્દ્ર; નાટક બદ્ધ બત્રીસ, ચોત્રીસ અતિશય નિણંદ. 4.