________________ 484 ફુલપગર ભરે સુર, વાજે દુંદુભિ નાદ; નમે સકલ સુરાસુર, છાંડી સવિ પ્રમાદ; ચિહું રૂપે સોહે, ધર્મ પ્રકાશ ચાર; ચોવીસમો જિનવર, આપે ભવનો પાર. 5. પ્રભુ વરસ બહોતેર, પાલી નિર્મલ આય; ત્રિભુવન ઉપગારી, તરણ તારણ જિનરાય; કાર્તિક માસે દિન, દીવાલી નિવણ; પ્રભુ મુક્ત પહોંચ્યા, પ્રણમે નિત્ય કલ્યાણ. 6. કલશ ઇમ વીર જિનવર સયલ સુખકર, નામે નવ નિધિ સંપજે, ઘર ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ પામે, એક મને જે નર ભજે, તપગચ્છ ઠાકર ગુણ વૈરાગર, હીરવિજય સૂરીશ્વરો, હંસરાજ વંદે મન આણંદે, કહે ધન્ય મુજ એ ગુરૂ. 1. 2. શ્રી મહાવીર સ્વામીના સત્તાવીશ ભવનું પાંચ ઢાળનું સ્તવન. દોહા શ્રી શુભવિજય સુગુરૂ નમી, નમી પદ્માવતી માય; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય. 1. સમકિત પામે જીવ તે, ભવ ગણતી એ ગણાય; જો વળી સંસારે ભમે, તો પણ મુક્ત જાય. 2. વીર જિનેશ્વર સાહિબો, ભમિયો કાળ અનંત; પણ સમકિત પામ્યા પછી, અંતે થયો અરિહંત. 3.