________________ 492 ચરણ ઉપર રાંધી ખીર, તેણે ઉપસર્ગે ન ચલ્યા ધીર; મહાવીર શ્રવણે ખીલા ઠોકીયા એ. 3. - (ત્રોટક) ઠોકીયા ખીલા દુઃખે પીત્યા, કો ન લહે ઉતમ કરી ગયા; જિનરાયને મન શત્રુ મિત્ર સરિખા, મેરૂ પરે ધ્યાને રહ્યા; ઉનહી વરસે મેઘ બારે, વીજળી ઝબકે ઘણી; બેઉ ચરણ ઉપર ડાભ ઊગ્યો, ઈમ સહે ત્રિભુવન ધણી. 4. (ઢાળ) ઇક દિન ધ્યાન પૂરું કરી, પ્રભુ નયરીયે પહોતા ગોચરી, તિહાં વૈદ્યશ્રવણે ખીલા જાણીયાએ, પારણું કરી કાઉસ્સગ્ગ રહ્યા; તિહાં વેલ્વે સંચ ભેલા કીયા, બાંધીયા વૃક્ષે દોર ખીલા તાણીયાએ. 5. (ત્રોટક) તાણી કાઢચા દોય ખીલા, વીર વેદના થઈ ઘણી; આક્રંદ કરતાં ગિરિ થયો, શતખંડ જાઓ ગતિ કરમ તણી; બાંધે રે જીવડો કર્મ હસતાં, રોવંતાં છૂટે નહિં; ધન્ય ધન્ય મુનિવર રહે સમચિત્ત, ઈમ કર્મ ગુટે સહી. 6. ઢાળ નવમી જુઓ જુઓ કરમે શું કીધું રે, અન્ન વરસરૂષભે ન લીધું રે; કરમ વશે મ કરો ખેદ રે, મલ્લિનાથ પામ્યા સ્ત્રીવેદ રે. 1. કર્મે ચક્રી બ્રહ્મદત્ત નડીયો રે, સુભૂમ નરકે એ પડિયો રે; ભરત બાહુબલ શું લડીયો રે, ચક્રિ હરિરાય જસ ચડિયો રે. 2. સનસ્કુમારે સહ્યા રોગ રે, નલ દમયંતી વિયોગ રે; વાસુદેવને જરાકુંવરે માર્યો રે, બલદેવ મોહનીયે ધાર્યો રે. 3. ભાઈ શબ મસ્તકે વહીયો રે, પ્રતિબોધ સુર મુખે લહિયો રે; શ્રેણિક નરક એ પહુત રે, વન ગયા દશરથ પુત રે. 4.