________________ 483 શ્રી શાંતિજિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહેબ વંદો, અનુભવરસનો કંદો રે; મુખ મટકે લોચનને લટકે, મોહ્યા સુર નર વંદો રે. શાંતિ. 1. મંજર દેખીને કોયલ ટોકે, મેઘઘટા જેમ મોરો રે; તેમ જિનપ્રતિમા નિરખી હરખું વળી જેમ ચંદ ચકોરો રે. શાંતિ૦ 2. જિનપ્રતિમા શ્રી જિનવર ભાખી, સૂત્ર ઘણા છે સાખી રે, સુરનર મુનિવર વંદન પૂજા, કરતાં શિવ અભિલાષી રે. શાંતિ૦ 3. રાયપસણી પ્રતિમા પૂજી, સુરિઆભ સમકિત ધારી રે; જીવાભિગમે પ્રતિમા પૂજી, વિજયદેવ અધિકારી રે. શાંતિ) 4. જિનવર બિંબ વિના નવિ વંદું, આણંદજી એમ બોલે રે, સાતમે અંગે સમકિત મૂલે, અવર નહિ તસ તોલે રે. શાંતિ) 5. જ્ઞાતાસૂત્રે દ્રૌપદી પૂજા, કરતી શિવસુખ માગે રે; રાય સિદ્ધારથે પ્રતિમા પૂજી, કલ્પસૂત્ર માંહે રાગે રે. શાંતિ૦ 6. વિદ્યાચારણ મુનિવર વંદી, પ્રતિમા પાંચમા અંગે રે; જંઘાચારણ મુનિવર વંદી, જિનપડિમા મનરંગે રે. શાંતિ) 7. આર્યસુહસ્તિસૂરિ ઉપદેશે, ચાવો સંપ્રતિ રાય રે; સવા કોડિજિનબિંબ ભરાવ્યાં, ધન્ય ધન્ય એહની માયરે. શાંતિ૦ 8. મોકલી પ્રતિમા અભયકુમારે, દેખી આદ્રકુમારે રે; જાતિસ્મરણે સમકિત પામી, વરીઓ શિવસુખ સાર રે. શાંતિ૦ 9. ઇત્યાદિક બહુ પાઠ કહ્યાં છે, સૂત્ર માંહે સુખકારી રે; સૂત્રતણો એક વરણ ઉથાપે, તે કહ્યો બહુલ સંસારી રે. શાંતિ. 10. તે માટે જિન આણાધારી, કુમતિ કદાગ્રહ નિવારી રે; ભક્તિતણાં ફલ ઉત્તરાધ્યયન, બોધિબીજ સુખકારી રે. શાંતિ) 11. 1. ભગવતી સૂત્રમાં.