________________
30
*ઉસભ-મજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઈ ચ । પઉમપ્પહં સુપાસ, જિણં ચ ચંદપ્પણં વંદે ॥ ૨ ॥
અર્થ :- (શ્રી) ઋષભદેવ તથા અજિતનાથને વાંદું છું, સંભવનાથ, અભિનંદનસ્વામી તથા સુમતિનાથને, પદ્મપ્રભ, રાગદ્વેષના જિતનારા સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભને વાંદું છું. ૨.
*શ્રી ઋષભદેવનો જન્મ વિનીતાનગરીમાં થયો. તેમના નાભિરાજા પિતા અને મરુદેવા માતા હતાં. બધા તીર્થંકરોની માતાઓ પહેલા સ્વપ્રે હાથી દેખે પણ મરુદેવા માતાએ પ્રથમ વૃષભ દીઠો. એવો ગર્ભનો મહિમા જાણીને તેમનું શ્રી ઋષભદેવ નામ રાખ્યું, તથા ધર્મની આદિના પ્રવર્તાવનાર તેથી બીજું આદિનાથ નામ પણ કહીએ. તેમનું પાંચશો ધનુષ્ય પ્રમાણ શરીર અને ચોરાશી લાખ પૂર્વેનું આયુષ્ય હતું. તેઓ સુવર્ણના જેવા વર્ણવાળા અને વૃષભ લાંછનવાળા હતા. તેમને સો પુત્ર હતા. મોટાનું નામ ભરત હતું, જેમને આરિસાભવનમાં કેવળજ્ઞાન થયું હતું અને ૯૯ પુત્રો દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા.
શ્રી અજિતનાથ-અયોધ્યાનગરીમાં જન્મ્યા, તેમના પિતા જિતશત્રુરાજા અને તેમની માતાનું નામ વિજયારાણી હતું. તે રાજા રાણી પ્રથમ પાસાબાજી રમતાં ત્યારે રાણી હારી જતી અને રાજાની જીત થતી હતી અને ભગવંત ગર્ભે આવ્યા પછી રાણી જીતે અને રાજા હારે, એવો ગર્ભનો મહિમા જાણીને અજિતનાથ નામ દીધું. તેમનું સાડાચારસો ધનુષ્ય પ્રમાણ શરીર, બહોતેર લાખ પૂર્વનું આયુ, સુવર્ણ વર્ણ અને લાંછન હાથીનું હતું.
શ્રી સંભવનાથ-શ્રાવસ્તિનગરીમાં જન્મ્યા. તેમના પિતા જિતારિરાજા અને સેના રાણી માતા હતાં. દેશમાં દુકાળ હતો, છતાં ભગવંત