________________
પંચિંદિઅ સંવરણો,
પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકનાર. (૬) ચંદપન્નત્તિ, (૭) સૂરપન્નત્તિ, (૮) કમ્પિયા, (૯) કપ્પવર્ડસિયા, (૧૦) પુફિયા, (૧૧) પુષ્કચૂલિયા અને (૧૨) વદ્વિ-દશાંગ એ બાર ઉપાંગને ભણે-ભણાવે તેથી ૨૩ ગુણ થયા, ૨૪ ચરણસિત્તરિ અને ૨૫ કરણસિત્તરિને પાળે, એમ ૨૫ ગુણો ઉપાધ્યાયના થયા.
મોક્ષમાર્ગ સાધવા માટે યત્ન કરે તે સાધુના ગુણ ૨૭ તે આ પ્રમાણે જાણવા :
(૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) મૈથુન વિરમણ અને (પ) પરિગ્રહ વિરમણ. એ પાંચ મહાવ્રત અને (૬) રાત્રિભોજન વિરમણ એ છે વ્રતને પાળે તેથી છ ગુણ. (૭ થી ૧૨) પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છકાયની રક્ષા કરે તેથી છ ગુણ. (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે એટલે તેના વિષયવિકારોને રોકે, તેથી પાંચ ગુણ. (૧૮) લોભનો નિગ્રહ. (૧૯) ક્ષમાનું ધારણ કરવું. (૨૦) ચિત્તની નિર્મળતા રાખવી. (૨૧) વિશુદ્ધ રીતે વસ્ત્રની પડિલેહણા કરવી. (૨૨) સંયમયોગમાં પ્રવૃત્ત રહેવું. (૫ સમિતિ ૩ ગુપ્તિ આદરવા, નિદ્રા, વિકથા અને અવિવેક ત્યજવા) (૨૩) અકુશળ મનનો સંરોધ, એટલે માઠા માર્ગે જતા મનને રોકવું. (૨૪) અકુશળ વચનનો સંરોધ. (૨૫) અકુશળ કાયાનો સંરોધ. (૨૬) શીતાદિ પરિષહ સહન કરવા અને (૨૭) મરણાદિ ઉપસર્ગ સહેવા એમ સાધુના ૨૭ ગુણ થયા.
એ પ્રકારે અરિહંતના ૧૨, સિદ્ધના ૮, આચાર્યના ૩૬, ઉપાધ્યાયના ૨૫ અને સાધુના ૨૭ મળીને કુલ્લે ૧૦૮ ગુણ પંચપરમેષ્ઠિના જાણવા.