________________
નમો સિદ્ધાણં ૨ ..
શ્રી સિદ્ધ (પરમાત્માઓ)ને નમસ્કાર થાઓ. ૨
૮. છત્ર-સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપર શરદૂઋતુના ચંદ્રતુલ્ય ઉજ્જવળ અને મોતીના હારોએ સુશોભિત ત્રણ ત્રણ છત્રો દેવતાઓ રચે છે તે. ભગવંત સમવસરણમાં પૂર્વાભિમુખે બેસે છે અને બીજી ત્રણ દિશાઓમાં ભગવંતના જેવાં પ્રતિબિંબો દેવતાઓ સ્થાપે છે. તેથી બાર છત્ર સમવસરણમાં હોય. એ એમ સૂચવે છે કે – “ત્રણ ભુવનના સ્વામી એવા આ ભગવંતને હે ભવ્યો ! તમે સેવો.' સમવસરણ ન હોય ત્યારે પણ આ આઠ પ્રાતિહાર્ય તો હોય જ છે.
અતિશય એટલે ઉત્કૃષ્ટતા. વિશિષ્ટ ચમત્કારવાળો ગુણ. આ મૂળ ચાર છે.
૧. અપાયાપગમાતિશય - (અપાય-ઉપદ્રવ, તેનો અપગમનાશ) આ બે પ્રકારના છે
સ્વાશ્રયી-એટલે પોતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવનો દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે તે.
દ્રવ્ય ઉપદ્રવ- સર્વ રોગો. આ પોતાને ક્ષય થઈ ગયા હોય છે.
ભાવ ઉપદ્રવ - અંતરંગ અઢારે દૂષણો પ્રભુએ નાશ કરેલ છે. આ અઢાર નીચે પ્રમાણે -
(૧) દાનાંતરાય. (૨) લાભાંતરાય. (૩) વીર્યંતરાય. (૪) ભોગાંતરાય. (૫) ઉપભોગાંતરાય. (૬) હાસ્ય. (૭) રતિ.(2) અરતિ. (૯) ભય. (૧૦) શોક. (૧૧) જુગુપ્સા-નિંદા. (૧૨) કામ. (૧૩) મિથ્યાત્વ. (૧૪) અજ્ઞાન. (૧૫) નિદ્રા. (૧૬) અવિરતિ.(૧૭) રાગ. (૧૮) દ્વેષ.
આ રીતે સ્વાશ્રયી અપાયાપગમાતિશય.