________________
નમો અરિહંતાણં ॥ ૧ ॥
*શ્રી અરિહંત (પરમાત્માઓ)ને નમસ્કાર થાઓ. ૧
* કેવળજ્ઞાન પામીને ભવ્યજીવોને બોધ દેતા અગર બોધ દેવાને વિચ૨તા તીર્થંકર મહારાજા તે શ્રી અરિહંત. તેમના બાર ગુણ આ પ્રમાણે છે –
૧. અશોક વૃક્ષ - જ્યાં ભગવંતનું સમવસરણ રચાય ત્યાં ભગવંતના દેહથી બાર ગણું આસોપાલવનું વૃક્ષ દેવતા રચે છે. જેની નીચે બેસી ભગવંત ધર્મોપદેશ આપે છે તે.
૨. સુરપુષ્પવૃષ્ટિ - એક યોજન પ્રમાણ સમવસરણ ભૂમિમાં જળ-સ્થળમાં ઉત્પન્ન થયેલ સુગંધી પંચવર્ણ ચિત્ત ફુલોની વૃષ્ટિ ઢીંચણ પ્રમાણ દેવતા કરે છે તે.
૩. દિવ્ય-ધ્વનિ - ભગવંતની વાણીને માલકોશ રાગ, વીણા, વાંસળી, આદિકના સ્વરવડે દેવતા પૂરે છે તે.
૪. ચામર - રત્નજડિત સુવર્ણની દાંડીવાળાં ચાર જોડી શ્વેત ચામરો સમવસરણમાં દેવતાઓ ભગવંતને વીંઝે છે તે.
૫. આસન સિંહાસન દેવતાઓ સમવસરણમાં રચે છે તે.
૬. ભામંડળ - ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના સૂર્યના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડળ (તેજનું માંડલું) દેવતા રચે છે તે. તે ભગવંતના તેજને પોતાના તેજમાં સંહરી લે છે, તે ન હોય તો ભગવંતના મુખ સામું જોઈ શકાય નહિ.
-
ભગવંતને બેસવાને રત્નજડિત સુવર્ણમય
૭. દુંદુભિ - ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવદુંદુભિ વગેરે વાજિંત્રો વગાડે છે. તે એમ સૂચવે છે કે – ‘હે ભવ્યો ! તમે શિવપુરના સથવા૨ા તુલ્ય આ ભગવંતને સેવો.’