________________
નહિ ઐસો જનમ બાર-બાર
૫
માટે મરણ અને જીવન બે ય ખરાબ.
દુઃખે ભર્યા મરણ કરતાં ય પાપેભર્યું જીવન ઘણું ખરાબ.
તો પછી જન્મ તો કેટલો ખરાબ?
જીવન અને મરણ - બે ય ને - જન્મ તો ‘જન્મ’ જ દે છે ને ?
માટે જ માનવના ય જન્મની ઈચ્છા કરાય નહિ. ઈચ્છા જ કરવી હોય તો અજન્મા
બનવાની જ કરાય.
પરંતુ
માનવજન્મ પામ્યા પછી જન્મ આપવાનું નિમિત્ત બનવાનું બંધ થતાં થતાં જન્મ પામવાનું પણ બંધ થવાની ભવ્ય ભૂમિકા તૈયાર થતી હોય તે માનવજન્મ તો ખૂબ જ વખાણવા લાયક ગણાય.
આવો માનવજન્મ જ ફરી ફરી ન મળે; આવા માનવજન્મને જ ‘દુલ્લહે ખલુ માણસે ભવે' શબ્દોથી શાસનપતિ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવે દુર્લભ જણાવ્યો છે. પશુચેતનાને વીકસાવતા માનવજન્મો તો વારંવાર મળી શકે.
વર્તમાન વિશ્વમાં અબજો માનવોની સંખ્યા જોઈને માનવજન્મની દુર્લભતાના શાસ્ત્રીય વિધાનમાં કોઈને શંકા પડતી હોય તો હવે તેને હવે નિર્મળ કરજો.
અંદરનો માનવ (માનવતા) જેનો મરી પરવાર્યો છે એવા માનવો જ્યાં ને ત્યાં નજરે અથડાતા હોય તો તેમાં કશી નવાઈ ન પામશો.
અંદરના માનવવાળો માનવ તો હજારોમાં એક મળે.
માનવ જીવન જીવવાનો (જૂઠો) ડોળ કરતાં હજારો માનવોના (કે ગાડરોના!) ટોળામાં ‘“માનવ’’ તો કદાચ એકાદ જ શોધ્યો જડશે.
જેની માનવતા જ મરી પરવારી છે એને માણસ કેમ કહેવો ? એવો માનવાકાર માણસના માંસપિંડના શા મૂલ્ય? એની દુર્લભતા હોય પણ શેની?
અંદરનો માણસ જ ખરો માણસ છે. અને એ તો સામાન્યતઃ શોધ્યો જડતો નથી. માનવે પોતાના જ ઘરમાંથી પોતાની હકાલપટ્ટી કરી છે. દુનિયાના ખૂણે ખૂણે જઈ વસેલો માંસપિંડ-માનવ પોતાના ઘરમાં વસતો જ નથી એ આધુનિક વિજ્ઞાનનું અત્યંત કરુણ એક૨ા૨-ખત છે.
અને.... જ્યાં માનવતા જ ન હોય ત્યાં શું હોય ? પ્રેમ ? કરુણા ? મૈત્રી? ભક્તિ? સંયમ ? તપ ? ત્યાગ ?.... ના.... કશું જ નહિ...
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં માનવ જીવનના ચાર ઉત્તમ અંગો જણાવ્યા છે. આ પછી પછીના અંગોની સિદ્ધિ પામવા માટે પૂર્વ પૂર્વના અંગોની સિદ્ધિ આવશ્યક છે. ‘માણસત્ત' પદથી માનવજીવન લઈ શકાય તેમ માનવતા પણ થઈ શકાય. જેનામાં માનવાત છે એને જ બીજું અંગ-ધર્મશ્રવણ-વાસ્તવિક બને. જેનું ધર્મશ્રવણ વાસ્તવિક બન્યુંછે તેને ધર્મશ્રદ્ધા સ્વરૂપ ત્રીજું અંગ પ્રાપ્ત થાય. ધર્મશ્રદ્ધાળુને જ સર્વવિરતિ ધર્મનું સુંદર પરાક્રમ (ચોથુ અંગ) સિદ્ધ થાય.
જો માનવતા (માર્ગાનુસારિતા) જ મરી પરવારી હશે તો હજારો ધર્મશ્રવણ