________________
૨૮૨
નહિ એસો જનમ બાર-બાર
દુખાવાના ભયનો માર્યો પણ એવા ખાવાના રાગ કરવાના પાપ કરવાનું બંધ તો કરશે ! ઘણા જીવલેણ મિથ્યાત્વની ભૂમિકામાં અથડાતા આત્માઓ તો આ રીતે પાપમુક્ત થાય. તેમાં ખોટું નહીં!
આ જ રીતે ચોરી કે ભેળસેળ વગેરે પાપો કરીને એકવાર જેલભેગા થઈ જાય તો ભાવિમાં આબરૂભયથી પણ ચોરી કરતાં કદાચ અટકે તો ખરા!
તો પછી પકડાય તેમાં જ તેમનો પુણ્યોદય માનવો ને? ચોરી કરીને ય નહિ પકડાનારા જેલમાં ન બેસતાં, ગાદી ઉપર જ બેસી રહેનારાઓ તો ફરી ફરી બમણા જોરથી ચોરીઓ કરતા જ રહેશે. આ તો ઘોર પાપોદય જ કહેવાય ને? આ દૃષ્ટિથી એમ કહી શકાય કે ચોર ગાદી ઉપર બેસે તેમાં તેનો પાપોદય છે; એક વાર પકડાઈને જેલમાં બેસી જાય તેમાં જ તેનો પુણ્યોદય છે.
જેલમાં બેસવા લાયકો ગાદી ઉપર બેઠા નથી શું? આવા પાપોદયવાળાની સંખ્યાનો તો વિરાટ ફાટયો છે વિરાટ.. જેલમાં તો એ સમાય તેમ નથી. આખી દુનિયાને જ જેલ બનાવે તો જ એ સમાય એવડી મોટી એમની સંખ્યા છે.
વોરંટ' જેવું પાપ; કેડો ન જ મૂકે
એક ગુનેગાર માણસને પકડવા સરકાર “વોરંટ બજાવે છે. નાસતો ભાગતો ફરતો એ ગુનેગાર છટકવા માટે બધું જ કરી છૂટે છે. વેષપલટા પણ કરતો રહે છે. એક વાર સંન્યાસીનો વેષ લઈને, ધૂણી ધખાવતો કોઈ નદી કિનારે જમાવે છે. પોલીસ આવે છે. ગમે તે રીતે એને ઓળખી કાઢે છે. “વોરંટ' દેખાડીને પોલીસ કહે છે, “કેમ છો, મગનભાઈ! ચાલો... આ હાથકડી પહેરી લો.”
અરે ! હું તો સંન્યાસી છે. ક્યાંક ભૂલા પડયા લાગો છો.” વેષધારીએ કહ્યું.
ચાલબાજી રહેવા દો...” સપ્ત અવાજે કહીને પોલીસે હાથકડી પહેરાવી દીધી. ‘વોરંટ બજી ગયું.
ગમે તેટલા વેષ પલટો; વોરંટ તો બજે જ.
પાપ વોરંટ જેવું છે. ગમે તેટલા ભવપલટા કરો; માણસ મટીને ઢોર બની જાય; ઢોર મટીને માણસ બની જાય; પતિત મટીને મહાત્મા બની જાય; રૈયત મટીને રાજા બની જાય.... ગમે તેટલા ભવપલટા થાય તો ય પાપ તો પીછો ન જ છોડે, એ તો પકડે જ પકડે.