________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૮૧
પાપો તો વાળાની જેમ નીકળી પડશે
દુઃખ કોઈને લગીરે જોઈતું નથી. અને છતાંય પાપો કર્યા વિના લગીરે ચેન પડતું નથી.
દુઃખ પાપથી; દુઃખ જ પાપથી; દુઃખ પાપથી જ-એ વાત જોરશોરથી મગજમાં ઘુસાડી દેવી જોઈએ. જો દુઃખ ન જ ગમતું હોય તો પાપો ન જ કરવા જોઈએ. આ વાત હજી એટલી ગંભીરતાથી ન સમજાતી હોય તો દુઃખ એટલે શું? એના સ્પષ્ટ ચિત્રો તમારા ચિત્તમાં ઉપસાવો. કેન્સરના દર્દીને દીવાલ સાથે માથું અફાળતો જુઓ; ગૃહક્લેશના કારણે ઘાસલેટ છાંટતી-સળગતી નવોઢાની દોડધામ જુઓ; રોગોથી ત્રાસી જઈને આપઘાત કરતાં કોઈ કરોડપતિ શ્રીમંતને જુઓ. પશુઓના જીવનને નજરમાં લાવો. નારકની દુર્ગતિના ત્રાસ વિચારો. ઈર્ષ્યા અને અતૃપ્તિની આગમાં બળી જળી જતાં દેવાત્માઓનું દર્શન કરો.
કરવા છે પાપ? તો તૈયાર રહેવું પડશે; આવા ભીષણ દુઃખો માટે. ઈંજેકશનની સોયનો ગોદો પણ નહિ ખમી શકનાર, દાહના દુખાવાએ પણ કલ્પાંત કરનાર શું રાડ પડાવી દેતા દુઃખો ખમવા તૈયાર છે? અસંભવ....
યાદ રાખજો. નહિ એતો તો જીવનના પાપો ક્યારેક એકાએક વાળાની જેમ ગમે ત્યાંથી ફૂટી નીકળશે. એનું કશું જ ચોક્કસ નહિ કહી શકાય. કોઈ સ્થાન કે કોઈ કાળ નહિ બતાડી શકાય. કાં દીકરી રંડાશે; કાં દીકરી કુલટા બનશે; કાં જીવલેણ એકસીડન્ટ થશે. કાં એકનો એક જુવાનજોધ દીકરો પરલોક ભેગો થશે; કાં ધંધામાં દગો રમાશે; મિત્રોમાં વિશ્વાસઘાત થશે.
ભજિયા ખાનારને પેટમાં દુઃખાવો
ન ઊપડે એ જ પાપોદય કહો, ખૂબ કરાંજીને ભજિયા ખાવા છતાં પેટમાં ન દુઃખવું તે પુણ્યોદય કે પાપોદય? ચોરી કરીને ન પકડાવું તે પુણ્યોદય કે પાપોદય? ભેળસેળ કરીને છાટકામાં ન ફસાવવું તે પુણ્યોદય કે પાપોદય?
સ્થૂળ દૃષ્ટિથી ભલે આ બધાય પુણ્યોદય કહેવાતા હોય; પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી તો આ બધાય ઘોર પાપોદયો જ કહેવાય.
જો કરાંજીને ખાનારને એક વાર પણ પેટમાં સખ્ત દુ:ખાવો ઊપડી જાય તો એ