________________
૨૭૪
નહિ એસો જનમ બાર-બાર
કહેવા માટેની આ વાત નથી; સમજાવવા માટેનું આ વિધાન નથી. તમે કરો. અને જુઓ. જુઓ... અને પામો.
ભયાનક આપત્તિથી ક્યારેક તમે ઘેરાઈ ગયો હતો ત્યારે એવા કોઈ સૌજન્ય ભરપૂર મહાનુભાવના આશીર્વાદ મેળવી લો. સપાટાબંધ આફતના વાદળો વિખેરાતા જશે.
એ તો શું? પણ કાળી પાપવાસનાઓના ભયાનક વાવંટોળને પણ એક જ પળમાં સાફ કરી નાખવાની પ્રચંડ તાકાત કોઈ સંતના આશીર્વાદમાં પડેલી છે.
જ્યારે પણ સંત પાસે જાઓ ત્યારે તમારી આફતોને કદી રડશો મા! તમે તેમની પાસે કાંઈક માગો તો માત્ર એમના આશીર્વાદ માગજો. પછી માગવાનું કશું ય બાકી રહેતું જ નથી. સંતના અંતરના ઊંડાણથી ઉદ્ભવેલા એ આશીર્વચન જ બધું ય કામ પતાવી દેશે. - પેલા જગતશેઠની વાત નથી જાણતા? એમને બારણે દરિદ્રતા કદી ડોકાં ન કરી જાય તે માટે કોકે પારસમણિ આપ્યો પણ શેઠે તો ખળખળ વહી જતાં નદીના નીરમાં એને ફેંકી દઈને દરિદ્રતા કદી ન આવે એવો આશીર્વાદ સંત પાસે માંગ્યો. અને કહ્યું,
જ્યારે ભાગ્ય પરવારીને દરિદ્રતા આવવાની જ હશે ત્યારે પારસમણિ પણ પગ કરીને ચાલ્યો જ જશે... ન જાય તેવી ચીજ તો માત્ર આપના આશીર્વાદ છે.”
સદ્ગુરુનો સતત સંગ રાખો
બેટરીમાં નવો જ પાવર મૂક્યો હોય; ગ્લોબ પણ નવો હોય તો ય કેટલીકવાર બેટરી ચાર્જ થતી નથી. તે વખતે બીજો માણસ કહે છે કે પાવર કોન્ટેક્ટમાં (સંબંધમાં) નથી.
જો સંબંધ ન હોય તો છતી પણ પ્રકાશશક્તિએ પ્રકાશ પથરાતો નથી.
બરોબર આવું જ; સગુરુના સંગવિહોણા આત્માના જીવનમાં બને છે. કેટકેટલી ધરબાઈ હશે પ્રકાશશક્તિઓ એકેક વ્યક્તિમાં! પણ અફસોસ! એ લોકો સદ્ગુરુના સંગમાં નથી. એથી જ એમના જીવનમાં વિચારોના ધુમાડાનું; જીવનના ભાતભાતના અખાડાઓનું જીવલેણ અંધારું સર્વત્ર વ્યાપ્ત રહે છે.