________________
૨૭૦
નહિ એસો જનમ બાર-બાર
કૃપા પામો અને સાધનામાર્ગે કાયમ માટે નિર્ભીક પ્રગતિના સ્વામી બની જાઓ. સિદ્ધિની સર્વોચ્ચ ક્ષિતિજો સર કરીને ભાવફેરો સફળ બનાવી જાઓ.
બીજા બધા સિદ્ધિના ટોચ શિખરો
સર થશે, પણ....
જો સાધુ જીવન વિરાગની સાધના માટે જ હોય; જો વિરાગ વિનાના જ્ઞાની, ધ્યાની, તપસ્વી કે પ્રચારક સાધુઓની શાસ્ત્રષ્ટિએ કોઈ કિંમત ન જ અંકાતી હોય તો ગુરુકૃપા વિનાનું સાધુ જીવન કદાપિ સલામત રહી શકશે નહિ એ વાત સૂત્રની જેમ સ્વીકારી લેવી રહી.
એક ગુરુકૃપા જ એવી વસ્તુ છે જે આત્માના પ્રદેશ-પ્રદેશમાંથી રાગ-દ્વેષના તોફાનોની હકાલપટ્ટી કરી શકે છે.
એક શ્લોકમાં કહ્યું છે કે, “બેશક વિષયવાસનાનો ત્યાગ દુર્લભ છે, આત્મતત્ત્વનું દર્શન પણ ખૂબ દુર્લભ છે, સહજસિદ્ધ સચ્ચિદાનંદ અવસ્થાની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે; પરંતુ એ બધું ય કોના માટે દુર્લભ? જેને ગુરુકૃપા પ્રાપ્ત થઈ નથી તેના માટે.”
જેણે એ કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય હાંસલ કર્યું છે એને માટે તો આ બધી સાધનાઓ ધૂળમાં રમતા છોકરાઓની રમત જેવી છે. એ આત્માઓ સહજ રીતે નિર્વિકાર બની શકે, સહજ રીતે તત્ત્વદર્શન કરી શકે અને સચ્ચિદાનંદ પદ પણ પામી શકે.
જો તમને કોઈ સદ્ગુરુ મળી જતા હોય તો તેમના ચરણો પકડી લેજો. એમની કૃપા મેળવવા ખાતર કમર તોડી નાખજો, તમારી ઈચ્છાઓને કચડી નાંખજો. પણ ગમે તેમ કરીને એ મહામૂલી કૃપાને પ્રાપ્ત કરી જ લેજો.
કેવો અપૂર્વ મંત્ર!”
સંતપુરુષના આશીર્વાદ એ કેવો આશ્ચર્યજનક મંત્ર છે કે એને ગણે બીજા અને એ ફળે બીજાને!
જીવનની પળેપળમાં શાસ્ત્રાનુસારી કઠોર જીવન જીવવાનું સંતને ! પળેપળની કાળજી કરવાની! કોઈ પણ પળમાં પાપવાસના પોતાનું કામ ન કરી જાય તેની