________________
નહિ એસો જનમ બાર-બાર
૨૫૧
ઉત્તરગુણોની કાળજી કરાય તો જ મહાવ્રતો સ્વરૂપ મૂલગુણોની રક્ષા શક્ય છે. વાડની કાળજી વિના વેલો શી રીતે વૃક્ષ બનશે?
સાધુજીવનની નાનામાં નાની-વાતની કાળજી કરો. “એમાં શું થઈ ગયું?' એ વિચાર જ તમારી હત્યા કરનારો છે. જીવનના સંપૂર્ણ પતનનું બીજ આ વિચારમાં જ પડેલું છે એ વાતને કદી પણ ભૂલતા નહિ.
પેલી કહેવત યાદ છે ને કે જે માણસ પાઈ-પાઈની ચિંતા કરે છે એને રૂપિયાની ચિંતા કરવી પડતી નથી. આપોઆપ રૂપિયાનો પ્રશ્ન હલ થઈ જાય છે.
ક્યારેક સાચા શ્રાવકે સાધુની પણ
કાળજી કરવી ઘટે
સાધુ એટલે સમગ્ર જીવનસૃષ્ટિનું રક્ષક અને પાલક તત્ત્વ. એની સાધુતામાં આ સિવાય બીજું કાંઈ જ નથી. કોઈ પણ ક્રિયા, કોઈ પણ વિચાર જીવમાત્રની રક્ષાથી મુક્ત હોઈ શકતા નથી.
માટે જ સાધુએ પોતાના જીવનમાં અત્યંત વ્યવસ્થિત રહેવું જ રહ્યું. જિનાજ્ઞાનું અણિશુદ્ધ પાલન એણે કરવું જ રહ્યું.
જો કોઈ સાધુ જરા પણ શિથિલ થાય તો તે ચલાવી ન શકાય. ગુરુના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય તો શ્રાવકે પણ ગુરુઆજ્ઞા મુજબ ધ્યાન આપવું જોઈએ અને તમામ ઔચિત્ય જાળવવા સાથે સાધુને પુનઃ વ્યવસ્થિત કરી દેવા જોઈએ.
શ્રી આચારાંગસૂત્રની ટીકામાં એક પ્રસંગ આવે છે. ગચ્છની અંદર ઉદંડ બનીને રહેલો શિષ્ય, ગુરુને પણ ગણકારતો નથી ત્યારે ગુરુની અનુજ્ઞા લઈને શ્રાવક રાજા ભારે કુનેહથી એ શિષ્ય ઉપર ધાક બેસાડીને ઠેકાણે લાવી દે છે.
એક કેરી બગડી તો સો કેરી જોખમમાં!
એક સાધુનું જીવન ઉન્માર્ગસ્થિત બને તો પરંપરયા સમગ્ર વિશ્વ જોખમમાં. આવા સમયે જ શ્રાવકો સાધુના સાચા માબાપ બને અને એની યોગ્ય માવજત કરી લે.
પ્રમાદો હિ મૃત્યુઃ
અંગ્રેજીમાં એક વાક્ય છે.