________________
નહિ એસો જનમ બાર-બાર
રૂપિયાનું મંગેનીઝ નીકળ્યું હતું.” વગેરે વગેરે લોભામણી વાતો કરવી એ પણ કેટલું બધું અયોગ્ય કૃત્ય છે?
ધર્મ તો મોક્ષભાવની તાલાવેલીપૂર્વક કરાવાય. આવા અસત્યો અને દંભોના તકલાદી પાયા ઉપર તે ધર્મની ઈમારત ઊભી કરાતી હશે? કેટલી ટકશે એવી ઈમારત?
વ્યક્તિની વિદાય સાથે જ એવા તકલાદી ધર્મોની વિદાય થઈ જાય છે. એટલું જ નહિ પણ ભોગરસિક ભક્તવર્ગમાં એ જ ધર્મસંસ્થાઓ ભયાનક કજિયા ઉત્પન્ન કરે છે.
સો કદમ છેટા રહેજો, એવા નકલી પ્રચારની મનોવૃત્તિથી! થોડો પણ શુદ્ધ ધર્મ જે પરિણામ દેખાડશે એ ઘણો પણ અશુદ્ધધર્મ કદાપિ નહિ દેખાડી શકે. ઊલટો વિશ્વનો વિનાશ કરશે.
અશુભ નિમિત્તોથી નાસી છૂટો;
જે પવિત્ર રહેવું હોય તો!
મીણ જો અગ્નિ પાસે મુકાય તો ઓગળ્યા વિના ન જ રહે એ વાત જેટલી સાચી છે એટલી જ લગભગ સાચી એ વાત પણ છે કે જો મીણ અગ્નિ પાસે ન મુકાય તો ન જ ઓગળે.
જેને મનની શુદ્ધિ જોઈતી હોય, સમાધિ પ્રાપ્ત કરવી હોય તેણે પ્રથમ તો અશુભ વિચારોની પક્કડમાંથી મનને મુક્ત કરવું જ પડશે.
અશુભ વિચારોનું મનમાં આગમન થવામાં મુખ્યત્વે અશુભ નિમિત્તોનો સંગ જ કારણ બને છે. વિના નિમિત્ત વિકારો જાગવાની શક્યતા ઘણી ઓછી ગણાય એટલે તમને જે જે નિમિત્તોથી મનમાં રાગદ્વેષના વિકારોની આંધી આવતી સમજાતી હોય તે બધાં ય નિમિત્તોથી તમે સદા દૂર રહો. સિનેમા જોશો જ નહિ તો એ સંબંધિત વિકારોના ધસારામાં ઘણો મોટો કાપ પડી જશે. ચિત્તની શાંતિ સહજ રીતે પ્રાપ્ત થતી જણાશે. આવું બધા અશુભ નિમિત્તોની બાબતમાં સમજી લેવું.
પછી ચિત્તશુદ્ધિ, આત્માની ઓળખાણ, સમાધિ વગેરે ખૂબ સરળ થઈ પડશે. પજવણી બંધ થાય પછી જ કામ કરવાની મજા આવે.
સિદ્ધિમા આ જ રાજમાર્ગ છે. આ જ સરળ અને સલામત માર્ગ છે. જિનેશ્વર ભગવંતોએ જ વ્યવહાર માર્ગનું આવું આરાધન બતાવ્યું છે માટે તેનું મુલ્ય ઘણું વધી જાય છે.