________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨૨૫
આવું ય કવચિત્ બની જાય ને? માનવી છે આ વાત? જો હા. તો પછી હવે દૂધ પીવાનું બંધ કરો અને ઝેર ખાવાનું ચાલુ કરો.
આ અમલ અશક્ય છે ને? એનું કારણ એ જ છે કે આવું તો કવચિત જ બને. સામાન્યતઃ તો દૂધ પી જિવાય છે અને ઝેર ખાઈને મરાય છે માટે તેનો જ વિચાર થાય.
જો આટલી વાત મંજૂર હોય તો ઘણું સુંદર,
હવે ભરતચક્રીની વાત આગળ કરીને કદી ન કહેતા કે ઘેર બેઠા પણ કેવળજ્ઞાન થઈ શકે છે!
ગુણસાગરનું દૃષ્ટાંત કહેશો નહિ કે હસ્તમિલાપની ક્રિયા વખતે પણ વીતરાગ પદ પ્રાપ્ત થઈ શકે છે!
કેમકે આવું તો કવચિત જ બને છે. અગણિત આત્માઓ તો ઘરબાર ત્યાગીને, સાચા સાધુ બનીને જ વીતરાગ પદ પામ્યા છે માટે તેમનું જ દૃષ્ટાંત લેવાય.
ઉકરડામાંથી ય કોકને મોતી જડયું છે છતાં મોતીનો ગ્રાહક કેમ ઉકરડે જતો નથી? મોતી બજારમાં જ કેમ જાય છે?
ઠેસ લાગતાં ધૂળનું ઢેકું બહાર નીકળી જતાં કોઈકને નિધાન પ્રાપ્ત થયું છે. કરવો છે તમારે અખતરો? પછી કાચો નખ કપાતા, સેપ્ટીક થતાં, હોસ્પીટલ ભેગા થવું પડે તો નવાઈ ન પામશો.
જૂઠાણાથી કે પ્રલોભનોથી ધર્મનો
વ્યાપ કરવો એ ધર્મ હત્યા છે.
ધર્મનો મહિમા વધારવા માટે અસત્યનો આશ્રય લેવો એ તો કેટલું ભયંકર ગણાય? “ભગવાન સીમંધરસ્વામી પાસે પોતે પૂર્વ ભવમાં હતા અને ત્યાં આચાર્યશ્રીને આગમોનું જ્ઞાન લેતા પોતે જોયા હતા. માટે આચાર્યશ્રીના આગમો સીમંધરસ્વામીએ જ કહેલા છે; મને આવું પૂર્વભવનું જ્ઞાન થયું છે.” એવી વાતો ફેલાવીને લોકોને મુગ્ધ કરવાનો પ્રયત્ન ધર્મક્ષેત્રમાં કેટલો બધો બાલિશ લાગે છે !
એ જ રીતે મારા ભક્ત બનશો, મારી પધરામણી કરાવશો.. તો લાખોપતિ બની જશો.... અમુક વ્યક્તિ મારી ભક્ત બની કે તરત જ તેની જમીનમાંથી લાખો