________________
નહિ ઐસો જનમ બાર-બાર
૨ ૧૧
પણ ક્યારેક તો કર્મના ઉદયો એટલા જોરથી ત્રાટકતાં હોય છે કે દુઆ કે કૃપા કાંઈ જ કરી ન શકે. આવા સમયે તો દુઃખમાં હિંમતની અને પાપમાં પશ્ચાત્તાપની જરૂર અનિવાર્ય બની રહે છે. આ હિંમત અને પશ્ચાત્તાપની તાકાત ઉત્પન્ન કરી આપવાની તાકાત ખાસ કરીને ભગવંતની સાચી ભક્તિમાં છે. ભક્ત જ દુઃખે દુઃખી ન હોય અને પાપે સુખી ન હોય.
આથી દુઆ કરતાં કૃપા ચડે છે; અને કૃપા કરતાં ભક્તિ ચડે છે.
હવે કદી જનસેવા એ જ પ્રભુસેવા બોલશો નહિ. જનસેવા, ગુરુસેવા અને પ્રભુસેવા ઉત્તરોત્તર ચડીયાતા છે.
એટલે દુઃખી કરતાં ત્યાગી મહાન છે. ત્યાગી કરતાં વીતરાગી મહાન છે એમ કહેવું જ જોઈએ. ક્યાં દુઃખીજન! ક્યાં ઉપકારી ભગવાન!
ક્યાં ગાંગો તેલી ક્યાં રાજા ભોજ?
કોક છૂપો આશીર્વાદ
આર્યદેશમાં માનવ તરીકેનું જેને જીવન મળ્યું એનાં પુણ્યના પહાડને કાંઈ આપણી બુદ્ધિની ફુટપટ્ટીથી ન જ માપી શકાય. એમાં ય ધર્મની ઉત્તરોત્તર વિશિષ્ટ સામગ્રીઓની જેને પ્રાપ્તિ થાય એની તો વાત જ શી કરવી?
છતાં આવા પુણ્યાત્માઓના જીવનમાં પણ ક્યારેક તો દુઃખોનો કે પાપોનો ઘનઘોર અંધકાર વ્યાપી જતો જોવા મળે છે. અંધકારમય એ બોગદાઓમાં અટવાયેલા જીવોને જોતાં આપણી આંખે આંસુ આવી જાય તેવું પણ બને છે.
કેટલીકવાર એવું બને છે કે આર્યનું જીવન એ બોગદાઓમાં જ રહેંસાઈ મિસાઈને ખતમ થઈ જાય છે. કેટલીકવાર એવું પણ બને છે કે આવી ભયાનક સ્થિતિમાં ય કોઈ છૂપો આશીર્વાદ પડેલો હોય છે જે એકાએક સાબદો બને છે અને એ અંધકારને ચીરી નાંખતો હોય છે.
ભયંકર દુઃખની સ્થિતિમાં મદદ દેવા કોઈ એકાએક દોડી આવે છે; ભયાનક પાપોમાં સંપૂર્ણપણે ડૂબી ગયેલા માનવ સાથે એકાએક કોઈ સંતપુરુષ ભટકાઈ જાય છે. અને જાણે અવળા વેગે ધસમસતા એ જીવનચક્રને જોરથી આંચકો લાગ્યો.. બીજી જ પળે એ જીવનનું ચક્ર, સુખ કે ધર્મની સન્મુખ બનીને સવળા વેગે ધમધમાટ કરતું દોડવા લગે છે. પૂર્વભવના કોક પુણ્યના વાદળ કટોકટીની પળોમાં આશીર્વાદ