________________
૨૧૦
નહિ એસો જનમ બાર-બાર
હોવું જોઈએ.
ભવોગ અને ધૈર્યના ભાવનો જે ખરેખર સ્વામી બન્યો હોય તે મુમુક્ષુનો સ્વભાવ (પ્રકૃતિ) પણ સુંદર જ હોય. જેના ભાવમાં કૃત્રિમતા હોય તેનો સ્વભાવ સુંદર ન જ હોય.
વર્તમાનકાળના મુમુક્ષુઓના ભાવો પણ કૃત્રિમ પુષ્ટિ પામેલા હોય છે; એથી જ મુમુક્ષુના સ્વભાવમાં અહંતા, ઈર્ષા, જીદ્દીપણું, ક્રોધાદિ આવેશો વગેરે જોવા મળે છે.
એવા અહંતાદિ વિચિત્ર સ્વભાવવાળા સુખવિરાગી મુમુક્ષુમાં દીક્ષાની પાત્રતા શી રીતે કહેવી?
ગમે તેવો તપસ્વી આત્મા પણ જો સ્વભાવમાં સ્વચ્છંદી હોય તો તે શા કામનો ?
મુમુક્ષુતાનો ભાવ હજી થોડોક પોચીદો પણ ચાલી શકે; પરંતુ સ્વભાવ તો ખૂબ સુંદર હોવો જ જોઈએ. એનામાં સૌમ્યતા, લઘુતા, સમર્પણ વગેરે ગુણો તો એકરસ થયેલા હોવા જ જોઈએ.
ભાવ સાથે હવે સ્વભાવની પણ સહુએ પરીક્ષા કરવી ઘટે.
દુ:ખી, ત્યાગી, વીતરાગી
ઉત્તરોત્તર મહાન!
રખે કોઈ એવું માની લેવાની ભૂલ કરે કે, “દુઃખીને અન્નવસ્ત્રાદિ દઈને અમે એની ઉપર ઉપકાર કરીએ છીએ.'' ના.... હરગીઝ નહિ. હકીકતમાં તો તમે એને જે દો છો એના બદલામાં એનાં અંતઃકરણની દુઆ દઈને તમને ઘણું દેવા દ્વારા એ જ તમારી ઉપર ઉપકાર કરે છે.
પણ દુઃખ એ તો સામાન્ય બાબત છે. આર્યદેશના માનવોને મન તો દુઃખ કરતાં પાપ ઘણી ખતરનાક વસ્તુ છે. પળે પળે પજવતી પાપની વાસનાઓ ભવોભવને બરબાદ કરી નાંખનારી વસ્તુ છે. કેટલીય અનેતિકતાઓ, કેટલાય અનાચારોના રોગોથી આખું જીવન ખદબદી ઊઠે! અને એનો “વાયરસ' પણ કેટલો ઝડપી હોય છે! હાય! સંતોનેય એ અડફેટમાં લઈ લે.
આવા પાપોનો નાશ કરનાર સદ્ગુરુની કૃપા જ છે. દુઃખીની દુઆથી દુઃખ જ જાય; સદ્ગુરુની કૃપાથી તો દુઃખ અને પાપ બેય જાય.