________________
૧૯૨
નહિ એસો જનમ બાર-બાર
વિચારવાનું છે. એમણે કહ્યું, “જે દેશ પોતે બળવાન હશે એની વાતને બધા મહત્ત્વ આપશે જ; અને દરેક વાતમાં બીજાઓને પૂછતાં જવું પડશે.”
આપણે નિર્માલ્ય બન્યા છીએ માટે જ કેટલાંક બડેખાંઓ આપણા જિનશાસનના ખેતરનું ભેલાણ કરી જાય છે ને? મનસ્વીપણે કેટલીક બાબતો આપણી ઉપર ઠોકી બેસાડે છે ને?
જો આપણે મજબૂત થઈ જઈએ તો? એ તો જેની લાઠી એની ભેંસ. લાગવગ અને લાંચરુશવતના ઉન્માર્ગે આપણે શા માટે જવું? મર્દ છીએ તો મર્દાનગીના પ્રયોગો જ કેમ ન અપનાવવા? જો આપણું સંઘબળ મજબૂત થઈ જશે તો કોઈની તાકાત નથી કે આંખની ભમ્મર પણ આપણી સામે કોઈ ઊંચી કરી શકે.
ભારતવ્યાપી સંઘબળ કદાચ ન પણ ઊભું થાય. તો ય હતાશ થયા વિના સંઘની મર્યાદામાં રહીને; વડીલોના આશીર્વાદ પામીને; શાસ્ત્રાજ્ઞાને વફાદાર રહીને સંઘના પેટાબળો સ્વરૂપ ગામ ગામના સંઘોને તો સાબદા કરી દેવા જ રહ્યા. “જો કરવું તો પૂરું કરવું નહિ તો કાંઈ જ ન કરવું.” એ નીતિ સારી નથી. “જેટલું થાય એટલું તો જરૂર મજબૂત કરતા જ જવું.” એ નીતિ અપનાવવી જરૂરી લાગે છે.
જવ.
શાસન કટોકટીમાં છે; રાબેતા મુજબનું
જીવન બંધ કરો રાષ્ટ્ર ઉપર જ્યારે સરકાર કટોકટી જાહેર કરે છે ત્યારે રાબેતા મુજબની કેટલીય પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવે છે.
શું એમ નથી લાગતું કે જિનશાસનની ચારે બાજુ ભીંસ દેવાઈ ચૂકી છે? શું એમ નથી લાગતું કે ઘરઘરમાં ભોગશાસન પ્રવેશી ચૂક્યું છે? અને એણે જિનશાસનને ખૂબ સખત ધક્કો મારી દીધો છે?
આવી ભયાનક સ્થિતિમાં કટોકટી જાહેર કરવી જોઈએ કે નહિ?
જો કટોકટી આપમેળે જાહેર થઈ જતી હોય અથવા પ્રત્યેક શાસનપ્રેમીને એ વાત આપમેળે સમજાઈ જતી હોય તો શાસન પ્રેમીએ અલબત્ત પોતાના ઘરમાંથી ભોગશાસનને દૂર કરી જ દેવું જોઈએ. શાસનની રક્ષા કાજે સ્વસુખને સર્વથા ગૌણ કરી દેવું જોઈએ. કટોકટી એટલે કટોકટી. ગંભીરતા ખૂબ જ ઘેરી બની છે. એની અવગણના શાસનપ્રેમીથી થઈ શકે જ નહિ.
કેટલી દુઃખની વાત છે કે આવા સમયમાં પણ કેટલાક આત્માઓને શાસન