________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૯૧
બંધારણ પ્રમાણે ન વર્તનારા સામે શિસ્તબંઘના પગલાં કેમ નહિ?
દરેક સંસ્થાને પોતાનું બંધારણ હોય છે. સંસ્થામાં જોડાનાર વ્યક્તિએ ફરજીઆતપણે તે બંધારણની પ્રત્યેક કલમનું પાલન કરવાનું અનિવાર્ય હોય છે. જો પાલન કરવામાં ન આવે તો તેની સામે શિસ્તભંગના પગલા લેવામાં આવે છે.
જૈનશાસન એ પણ વિશ્વકલ્યાણકર એક સંસ્થા છે. ત્રિકાળજ્ઞાની તીર્થંક૨ ભગવંતોએ એની નિયમાવલિ ઘડી આપી છે. ચતુર્વિધ સંઘ તે નિયમાવલિ મુજબ જ તે સંસ્થાનું સંચાલન કરી શકે છે. આમાં બહુમતિ કે સર્વાનુમતિ પણ ચાલી ન શકે એવી ખૂબ સ્પષ્ટ આજ્ઞા એ નિયમાવલિમાં છે.
હવે જો કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાં બંધારણનું ઉલ્લંઘન કરે તો તેની સામે પગલાં કેમ ન લેવા? આજે તો વૈદિક-ધર્મને પાળતા લોકોના સંન્યાસાશ્રમના પ્રતીકરૂપ ભગવાનનું પરિધાન થવા લાગ્યું; એ લોકો પોતાને સંન્યાસી તરીકે કહેવડાવવા લાગ્યા; ન યમનિયમનું પાલન; ન તપ-જપ... એક જ વાત.. કે, “બધું પુરી સભાનતાથી કરો... દારૂ પણ પીવાનો વાંધો નથી.’'
શું આ સંન્યાસ સંસ્થાં - સામેનો ઉઘાડો બળવો નથી? તો શા માટે તેની સામે પગલાં ન લેવા જોઈએ? જૈન સાધુ તરીકેનું જીવન ન પાળે તેને તે સંસ્થામાં કે તેના વેષમાં રહેવા જ કેમ દેવાય?
શાસક કોંગ્રેસનો સભ્ય સામ્યવાદી ઢાંચાના ભાષણો કરે તો શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહિ!
ભાણા લવાના ઘીનો માર્કો તેની જ એજન્સી પાસે રહી શકે. બીજો કોઈ તેનો ઉપયોગ કરે તો દંડને પાત્ર થાય કે નહિ? રે! ભળતા માર્કનો ઉપયોગ કરનાર પણ દંડપાત્ર ગણાય છે. તો પછી જૈન કે વૈદિક ધર્મોની નિયમાવલિને ન પાળતાં લોકોને તેના પ્રતીકરૂપ વેષને અપનાવવાનો શો અધિકાર છે? એ નવું ગમે તે કરે... પણ પ્રાચીનના નામે નવું કશું થઈ ન શકે.
એ તો જેની લાઠી એની ભેંસ
હમણાં જ સાંભળ્યું કે રશિયા સાથે ૨૦ વર્ષના સંધિકરાર થયા. એ જે હોય તે ખરું. પણ એને અનુલક્ષીને રાજકર્તાઓએ જે જાહેર કર્યું છે તેમાંથી આપણે ઘણું