________________
નહિ એસો જનમ બાર-બાર
૧૮૧
તો હોય જ. એ સાવધાની વિના એમનું “સારાપણું ટકી શકે જ નહિ. જેમને પોતાનું સારાપણું ટકાવી રાખવું હોય એમણે દરેક પળે સાવધાન રહેવું જ પડે.
શેનાથી સાવધાન રહેવાનું? બધાયથી.
પૈસા, વેપાર, કુટુંબ-પરિવાર, શરીર... બધાયથી, સદેવ-સર્વ પળે સાવધાન રહેવાનું.
ભલે એ બધી વસ્તુઓથી એનો સંસાર ચાલતો હોય પણ એમાં “સારા” બની રહેવા માટે તો બધાયથી સાવધાન રહેવું જ ઘટે.
મદારી કેવો સાવધાન રહી સાપ સાથે રમત રમે છે? આજીવિકાનું સાધન સાપ છે એવું જાણીને જ એની સાથે રહે છે; પણ એનાથી સાવધ કેટલો હોય છે?
મહાપુરુષોએ આ સંસારને પણ ઝેરી સાપ અગ્નિ વગેરે ઉપમાઓથી નવાજ્યો છે.
એમાં જે સાવધાન રહે તે જ “સારો' બની રહે. બાકીના લોકોનું જીવન તો ઝેરમય, ઝાળમય બનીને બરબાદ થયા વિના રહી શકે જ નહિ.
સંસારમાં રહેવું અને સાવધાન રહીને રમતો રમવી એ કેટલું કઠિન છે એ તો એવા સારા સંસારીઓ જ જાણી શકે.
માલિક મટી મહેમાન બનો
સર્વ દુઃખો અને સર્વપાપોનું મૂળ “મમતા' કહી છે. મમતા એટલે જ માલિકીનો દાવો.
શું તમે તમારા ઘરના, ધનના, સ્ત્રીના, પુત્રાદિ પરિવારના માલિક છો? ના જરાય નહિ. તમારામાં માલિકનું લક્ષણ જ નથી પછી તમે માલિક બની શકો જ નહિ. આમ છતાં જો માલિકીનો દાવો કરવા જશો તો આ ભવમાં અને ભવોભવમાં માર ખાવાની તૈયારી રાખવી પડશે.
હકીકતમાં તમે મહેમાન છો. મહેમાનપણાનું લક્ષણ જ તમારામાં બરોબર ઘટી જાય છે.
માલિક કોને કહેવાય? જે કાયમ માટે અમુક વસ્તુનું સ્વામિત્વ ધરાવવાનો