________________
૧૬૮
નહિ ઐસો જનમ બાર-બાર
નથી મળતી શું ?
અને મરણ એટલે ?.... કેટકેટલી કરુણતાઓ એ સર્જે છે?
તાતા કે બિરલાને ય લારીવાળાને ત્યાં પણ જન્મ દઈ દે અને અચ્છો લારીવાળો
બનાવે !
રાક્ષસી મગજના સ્વામી પ્રોફેસર આઈન્સ્ટાઈનને ય કોઈ માતાના ગર્ભમાંથી જન્મ પમાડે અને ઉંઆ, ઉંઆ... કરીને રડાવે... જતે દિવસે સ્લેટ પેન લઈને એને ય એકડેએક શીખવું પડે !
સત્તાના સર્વોચ્ચ સિંહાસનના અધિપતિને પૂંછડી પટાવતો કૂતરો બનાવી દે ! ફે૨સાધના... ફેરઅંત... ફે૨સાધના... ફેર અંત.. બરબાદીના આ તો કેવા છે વિષચક્રો!
દુઃખની એક આગ ફેલાઈને સર્વ સુખોને સળગાવે
સંસાર સુખના અપલક્ષણોની તો કેટલી લાંબી કથા થાય? અનેક અપલક્ષણોમાંનું એક જ અપલક્ષણ અહીં વિચારીએ.
સંસારના સર્વ સુખોથી સંપન્ન તો કોઈ પણ વ્યક્તિ ન જ હોઈ શકે ને ? કોઈ ને કોઈ વાતનું દુઃખ તો દરેકના જીવનમાં મળી જ જાય. આવું એકાદ દુઃખ ? બાકીના બધા ય સુખોને અડે; દઝાડે અને સળગાવી મારે.
વંધ્યાને શ્રીમંતાઈના કે રૂપવાન પતિ મળ્યાનું સુખ તુચ્છ લાગે છે. એને તો બાળક જ જોઈએ છે.
ભિખારણ માતાને પુત્રના કે કહ્યાગરા પતિના સુખ તુચ્છ લાગે છે એને તો શ્રીમંતાઈ જ જોઈએ છે.
પેલો ચાલનીન્યાય અહીં લાગુ થાય છે. કોઈ પણ સુખ સુખ સાબિત થતું
નથી;
બીજા પ્રકારના સુખની વાત પણ દૂર રહી. એક જ શરીરના આરોગ્યના સુખની વાત કરીએ. દાઢના દુઃખવાનું એક જ દુઃખ; શરીરમાં સંભવિત બીજા લગભગ છ કરોડ, નવ્વાણુ લાખ, નવ્વાણુ હજા૨ નવસો નવાણુ રોગોના અભાવના મહાસુખને સળગાવી મારે છે ને ? ‘આનાથી તો માથાનો દુખાવો સારો'' એમ તે દાઢનો દર્દી