________________
નહિ ઐસો જનમ બાર-બાર
મમત તો પહેલા ગુણસ્થાનથી આગળ વધવા જ ન દે.
બહુ ખરાબ છે મમત! કદાગ્રહ! જગતના જીવો સંસારની મમતાને હજી મૂકી શક્યા છે પણ મમતને ત્યાગી શક્યા નથી. જેના જેના મગજમાં જે જે અસત્યોએ ધામા નાંખી દીધા તેને તેઓ તગડી મૂકવા અશક્ત બન્યા છે.
સ્ત્રીનો ત્યાગ સરળ છે; ધનનો પરિત્યાગ પણ સહેલો છે; સ્વજનોનો ત્યાગ પણ સુલભ છે પરંતુ પકડાઈ ગયેલા અસત્યનો પરિત્યાગ અતિશય મુશ્કેલ છે.
દેવાધિદેવ પરમાત્મા મહાવીરના સંસારી જમાઈ જમાલિએ મમતાના બંધનોના તો કેવા કૂરચા ઉડાવી દીધા હતા! પણ આવા મમતાવિજેતા પણ ખુદ પરમાત્માની સામે જ જંગે ચડી ગયા!
કોણે એમને એ જંગે ચડાવ્યા? મમતે જ ને?
આ જ કારણે મહાપુરુષોએ પરમાત્માને પ્રાર્થતા કહ્યું છે ને કે, “હે ભગવાન! સ્નેહના અને કામના બંધનો તોડી નાખવાનું અમારા માટે હજી કદાચ સહેલ છે; પરંતુ મમત (દષ્ટિરાગ પ્રેરિત) ના બંધનોને ઢીલા કરવાનું કામ પણ અમારા માટે કાઠું બની ગયું છે.
મમતાને હજી ચલાવી લેવાય; મમતને તો કદાપિ નહિ. મમતાવાળો સાધુ હોઈ શકે; મમતવાળો કદી સાધુ હોઈ શકે નહિ.
આઈન્સ્ટાઈન એકડો શીખશે?
હાય! કરુણતા! આ સંસારની કઠોર કરુણતાનું કોક તો દર્શન કરો ! એને કરુણતા કહેવી કે ક્રૂરતા એ ય સવાલ છે. કોણ જાણે કેટલી સાધના કરીને આ મનુષ્યજન્મ મળ્યો હશે? એ પછી ય સંસારના સુખોનો આસ્વાદ મેળવવા માટે કેટલી માનવશક્તિ ખર્ચી નાખવાની? માનવજીવનની કેટલી અમૂલ્ય પળો બરબાદ કરી દેવાની? કેટલો ધર્મ અભરાઈએ ચડાવી દેવાનો?
આટલો મોટો જુગાર ખેલી નાંખવા છતાં મળે શું?
શું સંસારનું સર્જન એ પત્તાના મહેલની રચના જ નથી? યમરાજની એક ફંકે એ આખો ય મહેલ કડડભૂસ કરતો નીચે પડે!
નાદાન બાળકની ધૂલિચેષ્ટા ચાર બાળકોના મા-બાપના જીવનમાં જ જોવા