________________
નહિ એસો જનમ બાર-બાર
૧૫૩
છાંયડી આપે! પણ ધનના રાગે જ એમને વડલા મટાડીને કેરડા બનાવ્યા! સહુને કાંટા વગાડીને પજવનારા બન્યા! સત્તાધારી માણસો તો સત્તાનો સદુપયોગ કરીને પ્રજાનું કેટલું મોટું કલ્યાણ કરી શકે! પણ ખુરશીના ભારે રાગના પાપે એમણે પ્રજાનાં સુખ-શાંતિનું નિકંદન કાઢી નાંખ્યું. ડીગ્રીધારી ભણેલાઓને રાગના પાપે ઉન્માદ ચડી ગયો! કામવાસનાઓ પ્રજ્વલિત થઈ; અંધાધૂંધી અને આંધી આખા દેશમાં એમણે ફેલાવી.
આપણે ફેરવિચારીએ. ફરી એ વાત સારી રીતે સમજી લઈએ કે રાગદ્વેષનો ઘસારો પહોંચાડ્યા વિનાનો, ધર્મસ્થાનોમાં થતો ધસારો ક્યાંય શાંતિ નહિ જોવા દે, કોઈ પણ પ્રશ્નને નહિ ઉકેલી શકે.