________________
નહિ ઐસો જનમ બાર-બાર
૧૪૧
જોરશોરથી ધર્મક્રિયાના હલેસાં મારે છે પણ જીવનના અંત સમયે પણ એમના દિલનો કે દિમાગનો તસુભાર પણ વિકાસ નોંધાતો નથી.
શી રીતે નોંધાય? પેલા રાગદ્વેષના લંગરને તો જગતની માયારૂપી ધરતીમાં પૂરેપૂરા જડી રાખ્યા છે. !
કંચન સાથે સ્નેહ કર્યો; સ્ત્રી તરફ પ્રેમ કર્યો, કુટુંબ પ્રત્યે મોહ કેળવ્યો... ખૂબ કાતિલ...
દિવસો અને વર્ષો જતા ગયા તેમ એ મોહના લંગર ઊંડા ને ઊંડા ઊતરતા ગયા. ન મળે એનો કોઈ અફસોસ કે ન મળે કદી કોઈ રૂદન ! અરે! એણે મોહમાં જ મોજ કલ્પી; જીવનની મસ્તી જાણી!
આવા લોકો ધર્મક્રિયા ગમે તેટલી કરે પણ એમનું ઠેકાણું કદી ન પડે. એમના જીવનમાં દયા, દાન, મૈત્રી, નીતિ, સદાચારના ગુણનો તસુભાર વિકાસ શક્ય જ ન બને.
બેશક, એ જ ધર્મક્રિયાઓ એ વિકાસ સાધી આપે છે પણ એ વિકાસની જેને ઈચ્છા હોય તેને જ... બધાયને કદાપિ નહિ.
હલેસાં વિના ય હજી કદાચ ચાલશે; પવન સડેડાટ વાતો થઈ જાય તો... પણ લંગર ઉપાડયા વિના તો કદી પણ નહિ ચાલે... દેવગુરુના પાક્કા ભક્તની નાવડી ક્યારેક હલેસાં વિના દોડી જાય છે. કેમકે ત્યાં કૃપાના વાયુ વીંઝાયા ! લંગર ઊઁચકાયા ! પછી તો શું પૂછવું?
ધર્મી” શી રીતે નક્કી થાય?
એક પગ ઉપર પગ ચડાવીને માળા ગણનારાઓને, મંદિરમાં બે બે કલાક રહેનારાને, સંતોની પાસે દિવસમાં ૩-૩ વાર દોડી આવનારને, લાખ રૂપિયાનું દાન દેનારને - એટલા માત્રથી - ધર્મી કહી શકાય ખરો ? એમાં શીલ અને તપ ઉમેરાય તો તેને ધર્મી કહેવો જ પડે ખરો? હું આનો ઉત્તર નકારમાં આપું છુ. એ બધાયને તમે ધર્મની ક્રિયાઓ કરનારા બેશક કહી શકો પરંતુ ધર્મની ક્રિયામાત્રથી ધર્મી તો ન જ કહી શકો.
‘ધર્મી’ થવું તો ઘણું ઘણું મુશ્કેલ છે. ધર્મક્રિયા કરનારો આત્મા ખરેખરો ધર્મી છે કે નહિ એ જાણવું હોય તો એને મંદિરમાં ન જુઓ; માળા ફેરવતો ન જુઓ;