________________
૧૪૦
નહિ એસો જનમ બાર-બાર
ધર્મ અને ધર્મક્રિયા
ધર્મ એ જુદી વસ્તુ છે અને ધર્મની ક્રિયા જુદી વસ્તુ છે. ધર્મની ક્રિયા કરવા છતાં તે માણસમાં ધર્મ ન હોય એવું પણ બની શકે ખરું.
ધર્મની ક્રિયા એટલે જિનેશ્વર ભગવાને બતાવેલી અનુષ્ઠાનાદિની ક્રિયાઓ, દાન, શીલ અને તપની ક્રિયાઓ.
અને ધર્મ એટલે રાગદ્વેષની મંદતા. અથવા છેવટમાં છેવટે રાગદ્વેષને મંદ કરવાની તીવ્ર તમન્ના.
ધર્મની ક્રિયા કરનારાઓના રાગદ્વેષ જો મંદ ન પડતા હોય- એવા ને એવા તગડા રહેતા હોય તો એ લોકોને ધર્મક્રિયા કરનારા જરૂર કહેવાય પણ ધર્મી ન કહેવાય. ભલેને પછી ઘોર તપ કરતા હોય કે લાખો રૂપિયાનું દાન દેતા હોય.
બેશક, ધર્મની ક્રિયા કરતાં કરતાં જ રાગદ્વેષની મંદતા થવાની મોટી શક્યતા છે પણ તેમાં શરત એ છે કે ધર્મની ક્રિયા કરનારને એ ભાવના તો હોવી જ જોઈએ કે, “આ ધર્મક્રિયા કરતાં કરતાં મારા રાગદ્વેષના ભાવો મંદ પડી જાય તો ઘણું સારું.''
જેને આવી ભાવના જ નથી તેવા માણસને લાખો ભવોની ધર્મક્રિયા પણ ધર્મનો જન્મ આપી શકતી નથી.
પાણીમાં જ વલોણું ફેરવાતું હોય તો પચાસ વર્ષે પણ માખણ નીકળે જ નહિ ને!
ધર્મ અને ધર્મક્રિયા વચ્ચેનો આ ભેદ ઊંડાણથી વિચારવા જતા એમ લાગે છે કે મોટી સંખ્યા તો ધર્મક્રિયા કરનારાઓની જ દેખાય છે. ધર્મી તો ઘણા જ થોડા હશે. રાગાદિને ભૂંડા માનો; પછી એ જ ધર્મક્રિયા અણમોલ ધર્મની નેતા બનશે. ધર્મસ્વરૂપ બની જશે.
ઓ હલેસાંમારુ! લંગર તરફ તો જો!
કેવો અણઘડ આદમી! જોરજોરથી હલેસાં મારે છે પણ નાવડું એક તસુ જેટલું ય આગળ ખસતું નથી!
શી રીતે ખસે? લંગર તો હજી એમને એમ ધરતીમાં ખોડંગાયેલું જ છે! જીવનની નાવડીના કેટલાક સુકાનીઓ સંસાર સાગરમાંથી પાર ઊતરવા માટે