________________
નહિ એસો જનમ બાર-બાર
સુખથી સુખી પણ ત્રાસી જાય છે.
જેનામાં શાંતિ આપવાની તાકાત હોય તેને જ આપણે મંગળ કહેવું જોઈએ. દહીંનું સેવન કે કુમારિકાનું દર્શન વગેરે આ શાંતિ આપવાની તાકાત ધરાવતા નથી એ હકીકત છે.
એ તાકાત છે સુદેવ, સુગુરુ અને સુધર્મને પામ્યાની ખુમારીમાં.
માટે જ એ ખુમારી મંગળ છે; ના. મહામંગળ છે. જેનામાં સુદેવાદિનું સેવકપણું પામ્યાની ખુમારી આવી જાય છે એના જીવનમાં સુખના ભારે વંટોળ આવી જાય તો ય એમાં લીનતાની અશાંતિને એ પામતો નથી; ક્યારેક દુઃખની આગ એની ચોમેર ફરી વળે તોય દીનતાની અશાંતિમાં એ હોમાતો નથી. સઘળી અવસ્થામાં એ મસ્ત રહે છે, “સેવકપણું પામ્યાની ખુમારીમાં.” આથી જ સુખો એને પાપી બનાવી શકતા નથી; દુઃખો એને પાગલ બનાવી શકતા નથી. વંદન હો એ ખુમારીને.
સૌથી વધુ મોટી હત્યા,
જાતની'
પરજીવની હત્યા કરતાં ય સ્વજીવની હત્યા એ સૌથી વધુ મોટી હત્યા છે. આ બે પ્રકારની હત્યાનો પ્રસંગ આવી પડે, અને એમાંથી એક હત્યાનો વિકલ્પ અપનાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ હોય તો સ્વહત્યાનો વિકલ્પ તો ન જ અપનાવી શકાય.
સતી સ્ત્રી પાસે કોઈ પુરુષ દેહસુખ માંગે, અને જો તે સ્ત્રી ઈચ્છિત પૂરું ન કરે તેથી તે પુરુષ આત્મહત્યા કરવા તૈયાર થતો હોય તો એ સતી સ્ત્રી શું કરે? દેહસુખ આપવામાં પોતાના સતીત્વ ધર્મની પૂર્ણ હત્યા છે; અને એ સુખ નહિ આપવામાં એ પુરુષની હત્યા છે.
સહેલાઈથી સમજી શકાય તેવી વાત છે કે સતીએ પોતાના સતીત્વની હત્યા તો ન જ થવા દેવી.
આ ખૂબ જ ગંભીર વિચાર છે. જગત્ કલ્યાણ કરવા જતા જો અહંકાર કે સ્ત્રી પરિચય વગેરે દ્વારા “સ્વ'ની હત્યા થઈ જતી હોય તો જગત્ કલ્યાણના કહેવાતા કાર્યને ગૌણ ગણીને ત્યાગી જ દેવું જોઈએ.
પર્વતિથિના દિવસોમાં પરજીવોની વધુ હત્યા સંભવિત બને તેવું કઠોળનું શાક વાપરવામાં આવે છે પરંતુ જેમાં અલ્પજીવ હત્યા છે તેવા પાકા કેળા કેરી વગેરેનો ઉપયોગ થઈ શકતો નથી તેનું પણ આ જ કારણ છે કે પાકા કેળા વગેરે દ્વારા