________________
૧૧૮
નહિ એસો જનમ બાર-બાર
રૂપિયાની નોટો વરસાવવી કે દુષ્ટોને લોહી વમતા કરી દેવા, વાંઢાનું વાંઢાપણું મિટાવી દેવું, કોઈનું વાંઝીયાપણું નાબૂદ કરી દેવું, અનાજની ગુણોનો વરસાદ વરસાવી દેવો. એ બધા ય જો ચમત્કાર કહેવાતા હોય તો એથી પણ વધુ પ્રચંડ ચમત્કાર આજે પણ ક્યાં નથી?
લાખો રૂપિયાની માલિકીને લાત મારીને, ઉઘાડા પગે ઘૂમવાની કળાને સિદ્ધ કરી લેવી એ શું જૈન સાધુનો ચમત્કાર નથી?
રૂપવતીનો કંત બનવાની શક્યતાવાળો એક નવયુવાન મુક્તિપંથનો સંત બની જાય એ શું ભોગી જગત માટે પ્રત્યક્ષ ચમત્કાર નથી?
અદ્યતન વૈજ્ઞાનિક સગવડોથી સજ્જ દુનિયામાં માથાના વાળ હાથેથી ખેંચી નાખવા એ શું ચમત્કાર નથી?
સ્વચ્છંદતાના ગલીચ વાયુમંડળમાં રહીને ગુરુને પૂર્ણ રીતે જીવનનું સમર્પણ કરવું એ શું આ સદીના બાળસાધુઓના જીવનનો ભવ્ય ચમત્કાર નથી?
માનપાન માટે મરી જનારાઓ અને અપમાનમાં આપઘાત કરી દેનારાઓની વચ્ચે રહીને માન-અપમાનની દશામાં સમતા ધારણ કરનારાઓનું જીવન જ ચમત્કારપૂર્ણ નથી? દૂધવાળીના કાળા બદનમાં પણ કાળા ધબ્બ બની જનારાઓને, રૂપવતીના રૂપમાં કદી નહિ લપસી પડનારા યુવાન જૈન સાધુ ક્યાંય દેખાયા'તા ખરા? તો શું એમાં એમને કશો ચમત્કાર નો'તો જણાયો? આંખો જરાક ઉઘાડો પછી એકલા ચમત્કારોના ચમકારા જ દેખાશે.
એ જ બતાવે છે કે તમને સાધુ ગમે છે;
સાધુતા નહિ.
ધર્મી કહેવાતા માણસને સાધુ ગમે અને સાધુની સાધુતા ન ગમે એવું પણ બને ખરું? હા. જરૂર બની શકે.
સગાં હોવાના કારણે, મૈત્રીના કારણે, સાંસારિક લાભ કરી આપવાના કારણે સાધુ ગમે અને એમની સાધુતા ન પણ ગમે.
સાધુતા શું વસ્તુ છે એ જેને સમજાયું હોય તો ઝૂકીઝૂકીને એ સાધુતાને નમસ્કારની માળાઓ અર્પતો હોય. એરકન્ડીશન રૂમમાં બેસીને પણ તે મહાન સાધુઓને યાદ કરીને બોલતો હોય, “અહો ! આવ બળબળતા બપોરની આગવષની વચ્ચે જેનમુનિઓ ઉઘાડા પગે ચાલ્યા જતા હશે? ધન્યવાદ.