________________
નહિ એસો જનમ બાર-બાર
૧૧૭
નિશ્ચયનયથી સાધુતા અર્થ લેવો જોઈએ; વ્યવહારનયથી સાધુ અર્થ લેવો જોઈએ.
ધનવાન ભક્તોની અને ધનની અનુકૂળતા વિના ભગવદ્ શાસન જરૂર ચાલશે પરંતુ સાધુઓ વિના તો નહિ જ ચાલે.
જો આ વાત શાસનપ્રેમીઓને સમજાઈ જાય તો તેમણે દરેકે પોતાના ઘરમાંથી ઓછામાં ઓછું એક બાળક પરમાત્મ શાસનને સમર્પિત કરવું જ જોઈએ. બહુ આગળ વધી જઈને જો કહેવું હોય તો એમ પણ કહી શકાય કે વર્તમાનકાળની શાસનની છિન્નભિન્ન થતી સ્થિતિને જોઈને, શાસનને સુદઢ બનાવવાની યોજનામાં જે માતાપિતાઓ પોતાનું એક પણ બાળક આપે નહિ એમને શ્રાવક શ્રાવિકા કહેવા કે નહિ એ પ્રશ્ન છે.
સાધુજીવનની મર્યાદાઓ જ એવી છે કે એનું પાલન કરવા વડે જ અનુપમ શાસન પ્રભાવના થઈ શકે. પગપાળા વિહાર; નિરીહતા, અકિંચનતા, બ્રહ્મચર્ય, ગુરુપારતન્ય, અણગારિતા વગેરેમાંની દરેક મર્યાદા જ એવી અભુત છે કે તેના દ્વારા શાસનને ખૂબ સુદઢ બનાવી શકાય.
શાસનપ્રેમીઓ! તમે તૈયાર થાઓ; શાસનના સંવિગ્ન અને ગીતાર્થ મુનિના ચરણે તમારું બાળક તુરત સમર્પિત કરો. હા. “એક જ બાળક બસ છે.” જો ખરેખર તમારા અંતરમાં શાસન વસ્યું હોય તો એ શાસનના હિતમાં આ હાકલને તુરત જ વધાવી લો.
ચમત્કારો તો આજે ય ઘણાં છે પણ આંખો ખોલે તો દેખાય ને ?
કેટલાક માણસો અમારી પાસે આવીને ચમત્કારો દેખાડવાની વાત કરતાં કહે છે કે, “જો હવે ચમત્કાર બતાડવામાં નહિ આવે તો આ સદીનો માનવ ધર્મસન્મુખ બની શકશે નહિ.”
આ તો કેવી વિચિત્ર ધમકી છે!
અંધ અથવા તો આંખ મીચેલો માણસ એમ કહે કે, “મને જગત દેખાતું નથી” એટલે જગત છે જ નહિ એમ કેમ માની લેવાય?
ચમત્કાર તો આજે, આ જ ધરતી ઉપર આવી વાતો કરનારની સામેસામ જ છે પણ જોવા જ ન હોય તેને કોણ દેખાડી શકે ?