________________
૧૦૬
નહિ એસો જનમ બાર-બાર
બળીને રાખ જ થવાનો. લખપતિ પણ મરવાનો, બળવાનો અને રાખ જ થવાનો. બે ય બે જ કલાકમાં સમાન!
નીતિનો પૈસો ય પાપ, સ્વસ્ત્રી સાથે
વિષયસેવન પણ પાપ! કદાચ આ મથાળું વાંચીને જ તમે ચમકી જશો.
અજૈનદર્શનના કોઈ પણ શાસ્ત્રમાં કદાચ આ વાત તમને શોધી નહિ જડે, આ તો છે માત્ર દેવાધિદેવ તીર્થકર ભગવાન મહાવીર પરમાત્માની દેન!
નીતિ, અલબત્ત ધર્મ છે, પણ ધનાર્જન બેશક પાપ છે. પાંચમાં નંબરના પરિગ્રહ નામનું એ ખતરનાક પાપ છે.
વિષયસેવન એ પાપ જ છે. ભલેને સ્વસ્ત્રી સાથે હોય.
અરે ! દારૂ તો કાયદેસરનો-લાઈસન્સવાળો કે ગેરકાયદેસરનો-લાઈસન્સ વિનાનો-કોઈ પણ પ્રકારનો-પીવો એ પાપ જ કહેવાય ને?
હા.... ધનાર્જનનું એક પાપ કરતાં અનીતિનું બીજું પાપ પણ ન કર્યું એ ઘણું સુંદર.
વિષયસેવનનું એક પાપ, પરસ્ત્રીગમનના પાપથી વધારે ઝેરી ન બન્યું એ ઘણું સુંદર.
પરંતુ પાપ તે પાપ જ.
પરિગ્રહના મહાપાપમાં નીતિનો ધર્મ ભળે તેથી કાંઈ પાપ એ ધર્મ ન બની જાય.
ગટરના પાણીમાં અત્તરનું એક ટીપું પડી જાય તેથી કાંઈ ગટરનું પાણી “ગંધાતું” મટી જાય ખરું?
ફરી કહું છું. “નીતિથી પૈસો કમાવવો એમાં “પૈસો કમાવવો' એ પાપ જ છે. સ્વસ્ત્રી સાથેનું પણ જે વિષયસેવન એ તો પાપ જ છે.
જેને આ વાત સમજાશે તેના અંતરમાં વિચારોના ઘમ્મર વલોણા શરૂ થશે. પછી તો એ ખૂબ અકળાશે. એનું દિલ પુકારી ઊઠશે કે, “તો પછી સંસારમાં રહેવું શી રીતે ?''
હા.. તદ્દન સાચું છે. મારું પણ એ જ કહેવું છે કે આ જ કારણે સંસારમાં રહેવું